વોટસએપ વગર એક દિવસ. (હૈયુ જાણે 'Oxygen' પર..😀) ✍️ -હર્ષદ રાવલ , વલ્લભવિદ્યાનગ


            

લખી લખી કોને રે સંભળાવું
આ દુ:ખ કોનાં આગળ ગાઉં
બસ એક..એક જ દિવસ
વોટસ એપ વગર રે'વાનું એવું
આ મનને કેમ સમજાવું રે....લખી લખી

સવાર પડતાં તમે 'હલ્લો'
કહેતાં, 'ને તરત જ હું
વોટસએપ ખોલી 'હાય' કહેતી
આજ તો બસ સવારથી
એકલી હાયવોય થી ચલાવું રે....લખી લખી

ઇ ખીલતાં ગુલાબનાં ગોટા
તમે મોકલતાં ઇ ના જડે નહીં
જગમાં જોટા...આજ તો 
બસ ગુલાબ પાછળનાં 
કાંટાનું ભોંકાવું રે.....લખી લખી 

 પડી ગઇ અહીં બપોર
વોટસએપ વના એકાંત ઘનઘોર
'એ હાલો જમવા " કહી 
e-કઢીનાં કટોરા 
કોને હું પીવરાવું રે....લખી લખી

બસ હવે રાત પડવા આવી
ધીરજની હદને હું અડવા આવી
કેમ કહું , "જી.એન. એસ.ડી."
'ને આ મીણ બત્તીયું કેમ 
હું સળગાવું રે.......લખી લખી..

                                 --હર્ષદ રાવલ
                                  વલ્લભવિદ્યાનગર 

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .