હોવું જોઇએ...(જે નહીં જ હોવાનુ..!) ✍️ --હર્ષદ રાવલ :- વલ્લભવિદ્યાનગર
જીવવાનું કોઇ કારણ તો હોવું જોઇએ;
વિષ છે તો વિષનું મારણ હોવું જોઇએ !
આમ આવરણો ઓઢીને ક્યાં સુધી રહેવું!
એકાધ પળ માટે અનાવરણ હોવું જોઇએ!
હર્યાભર્યા ઉપવનમાં પણ તડપતાં હોય છે;
તરસે મરવા જરૂરી નથી રણ હોવું જોઇએ!
કલુષિત હવામાં 'શ્વાસ'નું હોવું જાહોજલાલી;
હવા ઝેરી થયાં પછી આ જ તારણ હોવું જોઇએ!!
શમશીરથી જૈવિક શસ્ત્ર સુધી પહોંચ્યા પછી;
લાગે છે ક્યાક હવે માનવ અભ્યારણ હોવું જોઇએ!
વૃક્ષ વાઢી ખુરશી ઘડી 'ને ઉપરથયાં અસવાર ;
હવે કહે છે આ કપરાકાળનું નિવારણ હોવું જોઇએ !!
--હર્ષદ રાવલ
વલ્લભવિદ્યાનગર

Vah
ReplyDelete