શીર્ષક :- માયા લાગી ✍️ રાગીની શુકલ"રાગ" (મુંબઈ,કાંદિવલી.)
મીરાંનાં મનમાં માયા લાગી.
શ્યામનાં રંગમાં રંગાવું છે.
મારે શ્યામનાં રંગમાં.
દિ' હોય કે રાત હોય
મને કાના તારા રંગમાં રંગાવું છે.
મેં તો સુદબુદ ખોઈ રે.
રાણાનાં ઝેરના કટોરા પીધા રે.
હું તો તારી દિવાની
બની મીરાં...
મારા મન મંદિરમાં તમને
પ્રિયતમ બનાવ્યાં હવે તો.
ઓ મારા રંગ રસિયા કાના.
મારી આશાનાં તાેરણ હાર તમે.
તમ ખાતર બની હું જોગણ કાના...
લીધો એકતારો હાથમાં
કેવી રે ઉત્કૃષ્ટ છું હું.
દિલની તૃપ્ત જમીન પર
માત્ર કૃષ્ણનાં દશૅનની જ આશા છે.
મને તો એકતારો લગાવવાની જ હેલી લાગી.
મેં તો તને પામવા દીધી કેટકેટલી પરીક્ષાઓ..
પિયુનાં તજી જવાથી વિરહણ ને વેદનાનું દુ:ખ
ભારી પડતા ઘર છોડીને જઈ ના શકે કયાંય માટે
મુરલીધર આવીને જતો રહે તો.
આંગળીના વેઢા ગણતા ગણતા ઘસાઈ ગયા.
કેટલી કરાવીશ પ્રતીક્ષા
મીરાં કહે.. વાલા.
કેટલી કરુ...?
ઝાંઝ, મૃદંગ, વાંસળી , એકતારો વાગ્યો ને વસંત ઋતુની પધરામણી..
મીરાં અરજ કરે પ્રભુ..
દશૅનની પ્યાસી જન્મોજન્મની.
કૃષ્ણ ઘેલી મીરાંનો ને રાધાનો સ્વાગ કેવો ?
દિલને સ્પશીૅ જાય છે.
મીરાંની ભકિતનું પાનુ કાઢી લઈએ તો..
જાણે કૃષ્ણ અધૂરા લાગે.
મીરાં તો પ્રેયસી છે ને.
મહેલની વાહ વાહ છોડીને..
ચાહવા સીવાય કાંઈ જ નથી કયુૅ.
એતો બચપનથી કરતી હતી કૃષ્ણને પ્રિતડી...
તો બીજા સાથી કેમ ?
મીરાંની તરસ, વિરહ, ચરમ સીમાએ છે.
મીરાંનું અસ્તિત્વ કાના વીના અધુરુ..,
ભકિતના રંગે રંગાય..
દશૅનનાં રંગે રંગાય...
માયા લગાડી કૃષ્ણ સંગ અનોખી..
કે નાચે એકતારો લઈને...
રાગીની શુકલ"રાગ"
(મુંબઈ ,કાંદિવલી.
👉 રચના નંબર - ૨
કાનજી
દાંપત્ય જીવન પેલા કાના નાં પ્રેમ જેવું ઝરણું છે..
એ કોમળ લગામ છે....
કારણકે પ્રેમ એ..
પરિપૂણૅ છે..
ખળખળ લીલા છમ વૃક્ષો ના જેવો...
દાંપત્ય ને બેય કાંઠે વહેવડાવે...
ત્યાં વૃદ્ધત્વ કેવું ?
કેવા દુ:ખ ને કેવી નિરાશા?
રાધા વૈષ્ણવની ચેતના છે...
શ્રી કાનજી છે પરબ્રહ્મ સમું તેજ .(પ્રકાશ)
જે રસધારામાં તેજનો ફેલાવો છે.
બન્ને કાંઠે વહેતી યમુનાં તે
જીવનનો આધાર છે...
વાંસળીનાં સૂરમાં અમરત્વ છે...
શ્રી કૃષ્ણનાં હોઠ થી વાગતી...
મોરપીંછ શોભે મસ્તક પર...
ને મોરપીંછ જીવનની કલાની કલગી છે....
જીવન સાથીએ પહેરાવેલો હાર..
એ હર ક્ષણ પહેરેલી પ્રભુની માલા છે...
ને પ્રભુને પહેરાવી એ છીએ...
વૈજયંતીમાલા દરરોજ...
જેથી વસંતની જેમ ખીલેલું રહે...
આપણું ...
દાંપત્ય જીવન....
એક દોરે બંધાયેલા ...
રહીયે.....
કાના સંગ...
સદાય...
ભવો ભવ..
રાગીની શુકલ"રાગ"
(કાંદિવલી, મુંબઈ.)
👉 રચના નંબર - ૩
પ્રેમી પંખીડા
ચાહવા માટે કયાં કારણ હોય છે ?
સાવ જુદું જ અમસ્તુ ખેચાણ હોય છે.
એવા અમે બે પ્રેમી પંખીડા ને,
બહુ રસમય શોખ પતિરાજનેા..
મને શણગારવાનો ,
ને પ્રેમ નીતરતી આંખે જોવાનો ને પ્રેમ કરવાનો. અદભૂત પ્રેમથી સજાવાનો મને એમના હાથે ....
પ્રેમનું પાનેતરને ,ચાહતનાં ચણિયા ચોળી.
પહેરીને પ્રિયે તું દેખાય કેટલી ભોળી.
ચાલને ....
પ્રેમ તણો પહેર વેશ પહેરાવું..
સ્નેહ તણી સાડી અને
આશીકી તણી ઓઢણી
આજ કેવી નિરખી રહી છે.
ઘરવાળો કહે મને
ચાલને તને પ્રેમનેા સ્વાદ કરાવું ભયોભયો.
લાગણીની લિપસ્ટીક કરું
ને હુસ્નની મૂકું હીના.
આપણી વચ્ચે રચાઈ છે પ્રેમની કેવી વીણા ચાલને તને પ્રેમનો અહેસાસ કરાવું.
દિલથી મારી મહોબ્તનું મંગલસૂત્ર પહેરાવું
મારી માયાની માલા.
નયન નચાવી ને તું કરે છે કેવા ચેન ચાળા.
ચાલને સ્વાદ કરાવું મારા પ્યારનો.
પ્યાર તણું છાટું પરફયુમ.
દિલ તણી ધડકનને તું કેવી કરી દે છે ગુમ તારા પ્યારમાં.
ચાલને તને પ્રેમનો પહેરવેશ પહેરાવી દવ..
વ્હાલ તણી વેણી,
ને મોહ કેરો મેકપ કરુ.
ને કહ્વ છું ફરી ફરીને
મિલનની ખોટી નાં કર ...
ચાલ તને પ્રેમનો સ્વાદ ચાંદની રાતે કરાવું...
ને મારી દરેક લાગણીઓનેા સરતા જ બનાવું.
ચાહતનો દરિયો વહેવડાવી દવ.
મારા પ્યારનો એવા અમે પ્યારા પ્રેમી પંખીડા
વિહરતા રહેતા ,
રહીશું આ જિંદગી....
રાગીની શુકલ"રાગ"
(મુંબઈ ,કાંદિવલી.)
👉 રચના નંબર - ૪
તરસ
એક તરસ એવી જે પ્રેમની ,
કદી છુપાવી છુપાતી નથી.
યાદોના ટોળાં વાવાઝોડાં
બની ને ગુંચવાય જાય.
જુવાનીમાં જિંદગીની શાન છે.
તો બુઢાપો એક વરદાન છે.
હર કોઈ એક બુંદ માટે તરસે છે.
કેમ કે તમારી સાથે દિલથી દિલ મળ્યાં છે.
તકદીર જોડાઈ પ્રેમનાં મારગે.
તમારે આંગણે મારી પ્રીતડી બંધાણી..
આંખોને આંખોથી પીછાણ થઈ.
ખોબલે ખોબલે તરસ બુઝાવવા આવોને તમે.
મારા શ્વાોને સ્પશીૅને ....
હું પ્યાસી મારી તરસ છીપાવો..
હજી આંખ મહી વિહરતા,
વિહંગ ની ઉડાન કરીએ.
ભમરા પાસે થી ગાન લઉ ઉછીનું...
તારી યાદો તડપાવે.
એ તરસ પૂરી કરવાની તમન્નાઓ જાગે.
વાંચીને મારુ પ્રીતપુરાણ ને ...
છીપાવો તરસને..
અંખિયોની આસ છે.
બેઠી છું ફેફસામાં શ્વાસ લઈ હજી..
હૈયે હરખ ઘણો થાય.
વગાડી ઢોલને નગારા પ્યારનાં.
એ તરસને છીપાવોને.
મારી હથેળીની રેખામાં એ તરસનો ઉલ્લેખ છે.
આવીને વરસેા ને ...
મારુ પ્યાસું મનડું..
ઘૂઘવાતા દરિયા જેવું..
બોલાવે તમને ..
એ તરસ છીપાવોને...
રાગીની શુકલ"રાગ"
(મુંબઈ,કાંદિવલી.)




Comments
Post a Comment