મીરા ✍️ મીરા ડી વ્યાસ - રાજકોટ
જ્યારથી જોયુ મુખ માધવ તણુ ત્યારથી કૃષ્ણ પ્રેમમાં
થઈ ગઈ બ્હાવરી મીરા
બાળપણથી કૃષ્ણ સંગ કરી બેઠી પ્રિત,......
છોડી રાજમહેલ મીરા કૃષ્ણ ભક્તિ કરવા લાગી
ગલીએ ગલીએ ફરીને લઇ એકતારો ગોવિંદ ગીત ગાતી ફરે, ....
મન મોહનનુ હરવા કરતી રહી ભક્તિ મોહન તણી મન હંમેશા રહે મોહન મઇ ને પ્રિત રચાવી બેઠી શાંવરા સંગ, ....
અંતિમ ક્ષણે આવી દ્વારકા નગરીને મોહન મૂર્તિ મહીં સમાઇ ગયા મીરાબાઇ, ...
મીરા ડી વ્યાસ
રાજકોટ
તા :- ૧૬ / ૭ / ૨૦૨૦

Comments
Post a Comment