બાળગીત:- સવાર પડી ભાઈ સવાર પડી ✍️ જાની સોનલ ( અમદાવાદ )
સવાર પડી ભાઈ સવાર પડી
વરસાદી મોસમની સવાર પડી
વાદળછાયા વાતાવરણમાં કેવા
મેઘ ધનુષ ના રંગો છવાયા,
વાદળ જોઈ નાચી ઉઠેલા
મોરભાઈના ટેહુક ટહુકા લલકારાયા,
કુંજ પર બેઠેલી કોયલ બેનના
કુંહુ કુહુ કરતા સાદ સંભળયા,
ભરાઈ રહેલા પાણીમાંથી
ડ્રાઉ ડ્રાઉ કરતા અવાજ અથડાયા,
મંદિરીયામાં વહેલી સવારે
આરતી કેરા સંગીત વગાડાયા,
સવાર પડતા ઘરને દરવાજે
દુધવાળાના ઘંટ ટકરાયા,
વાદળ ફાટ્યા વરસ્યો વરસાદ
ઝરમર રીમઞીમ ના મધુર સાદ સંભળયા,
સવાર પડી ભાઈ સવાર પડી
વરસાદી મોસમની સવાર પડી
-જાની સોનલ"અવની"
અમદાવાદ
👉 રચના નંબર - ૨
શિર્ષક : વિચાર કરુ છું
વિચાર કરુ છુ વિચાર કરુ છુ
સરહદે લડતા વિચાર કરુ છુ,
છોડ્યા ઘર અને પરિવાર દેશ કાજે
પણ દેશમાં જ વધતા ભ્રષ્ટાચાર થી વિચાર કરુ છુ,
ગોળીઓના ઘા જીરવુ છુ મારી છાતી પર
પરંતુ વ્યાપી રહેલી ડરપોકથી વિચાર કરુ છુ,
ખેલુ છુ સંગ્રામ હોય ભલે ચિન કે પાકિસ્તાન
પરંતુ દેશ મા ચાલતા રાજકારણ ના સંગ્રામ થી વિચાર કરુ છું,
સરહદ પર લડતા લડતા શહીદ થઇ જઇશ શાનથી
પરંતુ પરિવારની સુરક્ષા સોપુ કોને વિચાર કરુ છુ
વિચાર કરુ છુ વિચાર કરુ છુ
સરહદે લડતા વિચાર કરુ છુ
-જાની સોનલ"અવની"
અમદાવાદ
👉 રચના નંબર - ૩
શિર્ષક :-વરસાદી મૌસમ
વરસાદી મૌસમ ની આ પહેલી બુંદોને ચુમી લઉ ,
થાય આજ એવુ કે તારી એક એક યાદે ઞુમી લઉ,
વરસાદી મૌસમની અલબેલી બેલાને આજ લુટી લઉ,
આકામાંથી ઉતરીને ધરતીને અડકતી બુંદોને સ્પર્શી લઉ
આકાશે રચાયેલ સપ્તરંગી મેઘ ધનુષ ને અડકી લઉ
પુર જોરે ફુકાતા આ પવન કેરા ઞાપટાને ખુદી લઉ
બસ આ અદભુત મૌસમ તને પુરેપુરી અનુભવી લઉ
- જાની સોનલ"અવની"
અમદાવાદ
👉 રચના નંબર - ૪
શિર્ષક : હું ડાયરી ✍️ જાની સોનલ ( અમદાવાદ )
હું છુ ડાયરી.મારા આગળ - પાછળ ના મનમોહક પુષ્ઠ જોઈને ઘણા મારા કોરા કાગળ પર લખવાનું શરૂ કરે છે,તો ઘણા પોતાના જીવન ની કથા લખી મને શણગારે છે.હું દરેક ને એમના વિચારરૂપે મારામાં સમાવું છું.પોતાની જરૂરીયાત મુજબ ના શબ્દોથી લોકો મને શણગારે છે પરંતુ હું મારા એક એક પન્ના પર એમના ભાવ,અહેસાસ,લાગણી, વ્યથા, ક્રોધ, અહંકાર, સન્માન અને અપમાન ને અપનાવુ છુ. લોકો મને લખતા રડે છે,તો કોઈ હશે છે.કોઈ ખુશ થાય છે તો કોઈ દુઃખી! પરંતુ હું દરેક અહેસાસ ને મારામાં સમાવું છું.હું છુ ડાયરી.જાણુ છું કે હુ નિર્જીવ છું છતા સજીવ ની ભુમીકા નિભાવુ છું.દરેક ની વ્યથા ને હું મારામા સમાવુ છું.લોકો જ્યારે મને લખે ત્યારે ખુબ ચાહે છે,પરંતુ ઘણીવાર કોઈ સુમસાન કબાટ ના ખૂણામાં પણ નજર આવુ છું .ખુણામા પડી રહેવાથી મારુ મન પણ મુંજાય છે પરંતુ મારી વ્યથા હુ કોને જઇ બતાવુ.હા, હું છું ડાયરી.
જાની સોનલ અમદાવાદ
👉 જાની સોનલ ની કલમે રચાયેલ આવી જ રસપ્રદ રચના વાંચન માટે અહી ક્લીક કરો..
ગમશે મને ✍️ -જાની સોનલ"અવની" અમદાવાદ*https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_23.html




Comments
Post a Comment