તા:- ૧૬/૦૭/૨૦૨૦ બાળગીત:-બોલો હુ કોણ ? ✍️ -જાની સોનલ"અવની" - અમદાવાદ
રંગરંગીલા છેલછબીલા
નાના મારા બાળકો
જરા ઓળખી બતાવજો
લીલી છુ ને પીળી છુ
ખાટી છુ ને મીઠી છુ
કહેતા જોને લોકો મને
કે ફળો ની હુ રાજા છુ
બોલો હુ કોણ?
લાંબા કેશ ધરાવુ છુ
ગર્જના કરી ડરાવું છુ
ઘર મારુ જંગલ છે
અને ત્યા નો હુ રાજા છુ
બોલો હુ કોણ?
ધારદાર નજર ધરાવુ છુ
ઉડવામાં ચપળતા બતાવુ છુ
સાપ નો હુ શત્રુ છું પણ
પક્ષીઓનો તો રાજા છુ
બોલો હુ કોણ?
નાનુ સરીખુ અંગ છે
સુંદર મારા પંખ છે
રંગબીરંગો ધરાવુ છુ
અને ફુલોની શોભા વધારુ છુ
બોલો હુ કોણ?
સુરજ સામે ઊભો છુ
સુરજ દેખી ખીલુ છુ
સુરજ જોઈને હરખાવ છુ
જો જાય સુરજ તો કરમાઈ જાઉ છુ
બોલો હુ કોણ?
આંખ છે જીણી નાક છે નાનુ
સફેદ, કાળો ને ભુરો રંગ
ઉંદર ને પકડી ખાઉ છુ
પણ કુતરા થી ડરી જાઉ છુ
બોલો હુ કોણ?
-જાની સોનલ" અવની"
અમદાવાદ
👉 રચના નંબર - ૨
લેખ:-સ્ત્રી અને હક
એક શિક્ષક તરીકે લગભગ મારે ગામડા ના દરેક ઘરે જવાનુ થાય .વિદ્યાર્થીઓની ભલામણ કરવાની હોય કે વસતિ ગણતરી કરવાની હોય.ગામ ના કે શાળાના ઉત્સવોમાં લોકોને મળવાનુ પણ થાય.ગામના ચોરે ભરાયેલા રહેતા ડાયરા માં મુખ્ય વિષય સ્ત્રી નોજ જોવા મળે. આપણે કહીએ છીએ કે સ્ત્રી પુરૂષ સમોવડી કહેવાય છે. સ્ત્રી ને પુરુષ સમાન દરજ્જો મળી ગયો છે. પરંતુ શું આ ખરેખર સત્ય છે?
આજ એક બાળક ના ઘરે જવાનુ થયું.ઘરની આસપાસ ખુબ દેકારો થઇ રહ્યો હતો. ગામની નર્સ બહેનો હાથ જોડી રહી હતી. પરંતુ કોઇ અેમની વાત સાંભળવા તૈયાર નહોતું.પીયર પક્ષ અને સાસરી પક્ષનાપુરુષો વચ્ચે જાણે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ બધા વચ્ચે એક ખૂણામાં એક સ્ત્રી બેઠી હતી. વાત એ સ્ત્રી વિશે ચાલી રહી હતી છતાંય અેનો શુ નિર્ણય છે, એની શું ઈચ્છા છે અે જાણવાની તસ્તી સુધ્ધા કોઈએ લીધી નહોતી.એનુ નામ મંજરી હતું.સાત માસનું બાળક એના ગર્ભમાં હતુ.જો બાળક ગર્ભમાં મૃત્યુ પામ્યુ હતું.ગામમાં આવેલા ડોક્ટરે જણાવી દીધેલુ ઘરના અન્ય સભ્યોને કે ગર્ભપાત કરાવવુ પડશે નહીતો મંતરી બચશે નહી.પરંતુ ભુવા એ કહેલુ માતાજી દીકરો આપશે જ અેક મહીનો જવાદો દેવ જેવા દીકરાનો જન્મ થશે. આ અંધશ્રધ્ધામાં અંધ બનેલા એના ઘરના સભ્યો સમજાવવા માટે આવેલા ડોક્ટર અને નર્સ સાથે ઝગડો કરી રહ્યા હતા. મંજરીનુ જો ઓપરેશન નહી થાય તો એ પંદર દિવસમાં મરી જશે.પરંતુ સાસરીયા કે પીયરીયા માથી કોઈ સમજવા તૈયાર નહોતુ.ત્યારે જરા હિમ્મત કરી ભાવના નામની નર્સ મંજરીની પાસે ગઇ અને બોલી મંજરી તારી શું ઈચ્છા છે? મંજરી એના પતિ સામુ જોઈજ રહી પરંતુ કઇ બોલી શકી નહી. અપશબ્દો બોલી ભાવનાને અેની પાસેથી ખસેડી દેવામાં આવી.આખી ટીમ ને રવાના કરી દેવામા આવી.મૌન રહી મંજરી બધુ જોઈજ રહી હતી.આ ઘટનાના પંદર દિવસો બાદ મંજરી એની દસ વર્ષ ની દિકરીને છોડી મૃત્યુ પામી.
ઘરના સંચાલનમાં,ઓફિસના કામોમાં,કંપનીઓમાં લેવાતા નિર્ણયો માં ક્યાય સ્ત્રીઓનું મંતવ્ય પૂછવામા આવતુ નથી!પરંતુ પોતાના જીવનનો નિર્ણય લેવાનોય એને હક નથી?શા માટે?? શા માટે આજભી એની બુધ્ધીમતાને ઓછી આકારવામા આવે છે.મંજરી માટે પુરૂષ તરીકે લેવાયેલો નિર્ણય શું યોગ્ય હતો?
સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાનો હક એને ક્યારે મળશે?ખાલી સ્ત્રી પુરૂષ સમોવડી ના સ્લોગન સમાજ માં ગુંજતા કરી દેવાથી એને કોઈ હક મળતા નથી.દરેક પુરૂષ પોતાના હ્દયથી એને સમાન માનશે ત્યારેજ આ વાત સિધ્ધ થશે! અને એની શરૂઆત દરેક સ્ત્રીએ પોતાના ઘરથીજ કરવી પડશે.ભલે પછી ઘરનુ બજેટ બનાવાનુ હોય કે ઘર ખરીદવાનું હોય!
મિત્રો આ ઘટના સત્ય અને નજરે જોઈ મનથી અનુભવેલી ઘટના છે.જે પુરુષ પ્રધાન સમાજ સામે સવાલ બની ઊભી છે!
-જાની સોનલ"અવની"
અમદાવાદ


Comments
Post a Comment