વિભાગ:- લઘુવાર્તા...શિર્ષક :- કાશ ની સફરે ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ




  કાશ એ દિવસે મે મારા પ્રેમી ને પસંદ કર્યો હોત તો...
કાશ એ સમયે મે તારી સાઈડ લીધી હોત તો...
કાશ એ દિવસે મારા જીવન ની સાચી દિશા પસંદ કરી હોત તો...
        આ કાશ એટલે કદાચ,શાયદ.આ શબ્દોની અવઢવ ને લીધે જીવન માં એક નેગેટીવ વિચારવાયુ નુ એક આખુ વમળ રચાય છે.અને એને લીધે એક નેગેટીવીટી મગજ માં ઘર કરી જાય છે એની વર્તમાનમાં ચાલતી પળો પર પણ અસર થાય છે. રેવા નુ પણ કંઈક એવુજ હતુ.દેખાવે હેન્ડસમ,સ્વાવલંબી,હોશિયાર એવા મિલન ને એ પ્રેમ કરતી હતી પરંતુ પોતાના માતા પિતા ના લીધે મિલન ને બદલે રાકેશને પસંદ કરવો પડેલો.રાકેશ કેરલેશ,દેખાવે સાધારણ અને કામ નો ચોર હતો.લગ્ન જીવનના પાંચ વર્ષો માં કેટલીય જોબ એણે બદલી હતી.રેવા નું જીવન નકારાત્મક વિચારોથી ઘેરાયેલુ જ રહેતુ. કાશ મે મિલનને જ જીવનસાથી બનાવ્યો હોત તો સારુ હોત,શરાબી પતિથી કંટાળી એણે મોતને ગળે લગાવવાનુ પસંદ કર્યુ. બ્રિજ પરથી નદી મા કુદી પડી. સદભાગ્યે તરવૈયાઓએ બચાવી લીધી.મને એના સમાચાર મળતાજ હુ પહોચી ગઇ.
       જીવવાની હજુ પણ એને જરાય ચાહ નહોતી.ત્યારે મે એને કહ્યુ કે એ કાશ બદલવાનો સમય હવે તારી પાસે છે .જેમ કાજલ ઓજા વૈધે સ્યુસાઈટ કર્યા બાદ નવુ જીવન શરુ કર્યુ અને આજ તુ જો એ ક્યા પહોચ્યા છે.નીંદર ની ગોળીઓ ખાઇને આખી રાત ઘરમાં પડ્યા રહ્યા સવારે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા અને એમના જીવનની એક લેખિકારૂપે શરૂઆત કરી.નેગેટીવીટી થી પોઞીટીવીટી તરફ જવાનુ આનાથી ઉતમ ઉદાહરણ બીજુ કયુ હોઈ શકે?
       જીવન ભગવાને આપેલી અનમોલ ભેટ છે એને કાશ ,કદાચ,શાયદ ના ચક્કરમાં ફસાવા ના દેશો. કાશ ને દુર કરો,નવા નિર્ણયનો નિર્ભય બનીને સ્વિકાર કરો. જયા સુધી સફળતા ના મળે ત્યા સુધી એક સાઈન્ટીસ્ટ ની જેમ પ્રયત્નો કર્યા કરો.
         આજ રેવાનો પોતાનો કેટરીનનો બીઝનેશ છે અને એક ઉતમ સ્ત્રી સંચાલક તરીકે પોતાના શહેરમાં નામના મેળવી રહી છે....

"હટાવશો આ કાશ ને તો જ
મેળવી શકશો પોતાની જાતને"

            -જાની સોનલ"અવની"
                 અમદાવાદ

👉 હિંદી ભાષા માં રસપ્રદ કવિતા અને લેખ , વાર્તા  ના વાચન માટે નીચે આપેલ લીંક કરો
laganinorangmanch.blogspot.comEdit





Comments

Post a Comment

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .