શીર્ષક :- ડાયરી ✍️ મૈત્રી ઉપાધ્યાય , અમદાવાદ



    તૃષા એક ખૂબ  પ્રેમાળ અને સમજદાર છોકરી હતી. નાનપણમાં જ તેણે પોતાની માને ગુમાવી હતી.પિતાએ બીજા લગ્ન કરતા ઘરમાં સાવકી મા આવી હતી.જે તૃષાને ખૂબ ત્રાસ આપતી હતી. તૃષાના જીવનને તેણે નરક બનાવી દીધું હતું. તૃષાના પિતાને બધી ખબર હોવા છતાં તે બીજી પત્નીના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા હતા કે પોતાની દીકરીની તકલીફ તરફ ધ્યાન જ નહોતા આપતા.ઘણીવાર તે પણ તૃષાને ફટકાર આપી દેતા.તૃષાને ડાયરી લખવાની સારી આદત હતી.તે પોતાની સાથે બનેલ બધી જ સારી-ખરાબ બાબતોને ડાયરીમાં લખતી.


    એક દિવસની વાત છે.તૃષાની સાવકી માએ તેને એટલો બધો માર માર્યો કે તૃષાને માથામાં ખૂબ જ ઈજા થઈ.તેને દવાખાનામાં દાખલ કરી. તૃષાને ખબર પડી ગઈ હતી કે હવે તે પોતે બહુ જીવી શકે તેમ નથી.બે દિવસ બાદ દવાખાનામાં જ તેનું મૃત્યુ થયું. ડોક્ટરે તૃષાની ડાયરી તેના માતા- પિતાને આપી.


     તૃષાની ડાયરી તેના માતા-પિતાએ વાંચી જેમાં લખ્યું હતું કે,"પપ્પા તમે તો તમારી દીકરીને ભૂલી જ ગયા હતા અને મારી સાવકી માએ પણ ક્યારેય મને પ્રેમ ન કર્યો.હું તો હંમેશા તમારી "પ્રેમની તૃષા"ને ઝંખતી રહી.પણ તે ક્યારેય તૃપ્ત ન થઈ,પણ હું આભાર માનીશ તમારા બંનેનો તમે મને મારા જીવનના અંતમાં એક સુંદર ભેટ આપી અને મને મારી પ્રેમાળ મા સાથે મોકલી દીધી." બસ આટલું વાંચતા જ તૃષાના માતા-પિતાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા.


 મૈત્રી ઉપાધ્યાય
 અમદાવાદ

ખાસ નોંઘ 👉 (આ પોસ્ટ  કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .