શીર્ષક :- " મિત્રતા " ✍️ અલ્પા પંડયા દેસાઈ.....




" યે દોસ્તી , હમ નહીં તોડેગે !
   તોડેગે દમ મગર તેરા સાથનાં
   છોડે ગે !"

આ ત્રણ અક્ષરનો શબ્દ અને જીવનભરનો સાથ ! 
કદાચ આજે આ વિશે લખવું જ એવુ નહિ ! પણ આજનાં સમયમાં  
મિત્રતાને જીવંત રાખવી તે પણ પ્રશ્ર્ન છે ! આ જિંદગીની ઘટમાળ, અતિ વ્યસ્તતાને લીધે તૂટતો સંપર્ક ક્યાંક આ મિત્રતાના ગ્રહણ બની જતા હોય છે...
છતાં પણ  સોશ્યિલ મીડિયાના અતિક્રમણને લીધે મહદ અંશે સૌ નજીક તો આવ્યા જ છીએ...
મિત્રતાનો દરજ્જો કોઈ ઉદાહરણ જોવાથી કે આપવાથી ઊંચો નથી બનતો...તમે જેને તમારા માનીને દિલની વાત કરો, તેનું સમાધાન માંગો કે આપો , અથવા તો ઉકેલ લઈ આપો એ દિવસ જ ફ્રેન્ડશીપ  ડે.
આ વ્યથા અને પીડા ફક્ત એક 
સાચો મિત્ર જ જાણી શકે...
સુદામાં  ભગવાન શ્રીકૃષ્ણનાં ઉદાહરણ તો શ્રેઠ! પણ આ કલિયુગમાં મિત્ર પાછળ ઓનલાઈન પૅયમેન્ટ કે હોસ્પિટલનો ખર્ચ ઉપાડતાં સુદામાઓની કમી નથી...એટલે યુગ બદલાય પણ મિત્રતાની વ્યાખ્યા નાની બનતી નથી...
"ધરપત રાખજો! "આ લાઇન સીધી દિલ સુધી પોહોચે છે..અને સાચો મિત્ર આ લાઇન ખેંચવાનાં તમામ પ્રયત્ન કરે છે...
મિત્રતા પાવન હોય તેમાં.. વર્ગની વાતો,  પ્રેમની પંચાત,લગ્નની લાગણી, ધંધાની ધમાચકડી અને મરીએ ત્યાં સુધીની મડાગાંઠ ઉકેલવાનું એક માત્ર સ્થળ મિત્રો..
મિત્રો પછી શેરી, ફળિયા, સ્કૂલકે કોલેજના જ હોય અને તે જ સાચા એવું નથી વિશ્વના ફ્લક પર પણ આવી જ સંવેદના અને લાગણી હોય છે...અમે સ્કૂલમાં હતા ત્યારે રશિયન મિત્રો પણ બન્યા હતાં.. ભલે આજે સંપર્ક તૂટી ગયો છે, પણ યાદ તો હજુ તાજી જ છે..કે અમે આવું કર્યું હતું !! મિત્રતાને સીમાડા નથી હોતાં..
મિત્રો ,સહેલી એટલે બેલ્ટ કે હાથ પર લખીને વ્યક્ત થતું લખાણ જ નહીં...સહૃદય પોહોંચતુ શેર એક લોહી... 
મિત્રતા એટલે  છુપી વાણીનો પડઘો
મિત્રતા એટલે એક માવામાંથી પડતા દસ ભાગ 😄
મિત્રતા એટલે કટીંગ ચા ની પ્યાલી
મિત્રતા એટલે શેરીંગમાં ઉજવેલ ફ્રેન્ડશીપ ડે😄

અલ્પા પંડયા દેસાઈ.....

ખાસ નોંધ ... આ રચના કોપીરાઇટ આરક્ષિત હોવાથી કોઈપણ પ્રકાર ના ફેરફાર કરવા નહી .

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .