✍️ વર્તમાન સમયમાં વૈશ્વિક બદલવ ✍️ લેખિકા : રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

 


          આ તો કુદરત છે. જે આવે છે એ માનવ સર્જિત અથવા તો કુદરતી આપત્તિ આવે છે. જ્યારે તેનો કોઈ ઉપાય હોતો નથી ત્યારે બધાં હથિયાર હેઠાં મૂકી દેવાય છે. ગરીબથી માંડીને તવંગર દેશ અને દુનિયાના માણસો એવી લાચાર સ્થિતિમાં મૂકાય જાય છે કે તેઓ આ મુશ્કેલી માંથી કોઈ માર્ગ શોધી શકતાં નથી. જે ઉત્પાત થાય છે તે લાચાર થઈને જોયાં કરે છે તો પણ જાતે સુધારવાનું નામ લેતાં નથી.


          સમગ્ર વિશ્વમાં આજે આ પરિસ્થિતિ છે. એકબીજા પર દોષારોપણ કરે છે અને પોતાની પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે સરહદ પર હુમલાઓ અને દેશમાં આતંકવાદીઓ ઘુસાડવાનું ખરાબ કાર્ય કરતાં હોય છે. આવું કરીને પોતાની નીચી જાત બતાવી દે છે. ખોટા સંરક્ષણ ખર્ચાઓ કરી દેશને દેવામાં ડૂબાડી આ કોરોના જેવી મહામારી માંથી બચવા અને ફંડ ભેગું કરવા હાથમાં કટોરો લઈ ઉભા રહે છે. આ સમય લડવાનો નથી. એકબીજાને સાથ આપવાનો છે. જે મહામારી ફેલાઈ છે તેને દૂર કરવા ખભેખભા મિલાવવાના છે. કોઈનો દોષ જોવાને બદલે હવે આમાંથી કેવીરીતે બહાર નીકળાય એ વિચારવાનું છે. કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. જે સાધન સંપન્ન દેશો છે અને ગંભીરતાથી લીધું નથી તેમની હાલત અત્યારે અત્યંત ખરાબ છે.


          લોકડાઉન પહેલાં આપણી જે જીવન શૈલી હતી તેમાં સંપૂર્ણ બદલાવ આવ્યો છે. હવે પહેલાં જેવું કશું નથી રહેવાનું. તેનાથી ડરવાનું ખરું પણ સાથે સાથે લડવાની પણ જરૂર છે. આપણી તાકાત આપણે વધારવાની છે જેથી એની સાથે લડી લૈયે. એક અંતર સાથે જીવતાં શીખવાનું છે. હાથ મિલાવવાને બદલે આપણી સંસ્કૃતિ પ્રમાણે નમસ્કાર કરવાનાં છે. સ્વચ્છ સ્વચ્છતા જાળવવાની છે. વારંવાર સાબુથી હાથ ધોવાના છે. માસ્ક પહેરવાનો છે. સરકારી આદેશોને અનુસરવાનું છે. જો તે પ્રમાણે કરતાં નથી તો આવનારો સમય તેના માઠા પરિણામો આપીને જશે. જેની આપણે કલ્પના પણ કરી નથી.


          આ બદલાવની અસર આપણી અર્થવ્યવસ્થાને પણ ખોરવી નાખે છે. રોજનું કમાનાર મજુરો કામ વગર અને પૈસાની તંગીને કારણે પોતાને વતન જતાં રહે છે. તેઓ જતાં રહે પછી તેમની ખાલી જગ્યા જણાશે. ઓછા માણસો સાથે કામ કરવું પડશે. હવે આપણી પાસે જે હશે તેનાથી ચલાવી લેતાં શીખવું પડશે.


          વિદેશોમાં આવી પરિસ્થિતિને હળવાશથી લઈ રહ્યાં છે. ત્યાં પણ બદલાવ આવતો જાય છે. લોકો હોસ્પિટલમાં જતાં નથી ઘેર જ સારવાર કરે છે પરિણામે ડર અને કોરોનાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે. આ એક એવી મજબૂરી છે કે સાધનસંપન્ન દેશો પણ તેને નાથી શકતાં નથી અને દલદલમાં સપડાય જાય છે. તેમાંથી તેમને કોણ બહાર કાઢે? કોઈ ઉપાય બચ્યો નથી. માયુસ થઈને જીવન જીવતાં રહે છે. તેમની પાસે રોટી, કપડાં અને મકાન નથી, કામ વગર કોઈ આવક નથી, કોઈ બચત નથી તો પણ તેમની જીવતાં રહેવા માટેની મથામણ છે. આખું વિશ્વ અત્યારે આવી રીતે લડત લડી રહ્યું છે.


          બધાં દેશોમાં કે વિદેશમાં વસતા લોકો દેશ છોડી રહ્યાં છે. ત્યાંથી બધું છોડીને આવી રહ્યાં છે. અહીંથી વિદેશીઓ પણ પોતાના દેશમાં જઈ રહ્યાં છે. હિજરતીઓનો આ સિલસિલો ક્યારે અટકશે એ ખબર નથી. સૌએ પોતાની રીતે જીવવાનું છે. પોતાની સુરક્ષા પોતે કરવાની છે. સમજી વિચારીને પગલાં ભરવાનાં છે. આ દેશને બચાવવા માટે પોતાનું યોગદાન આપવાનું છે. કુદરતને સાથે રાખીને જીવવાનું છે.


          જે કુદરત સાથે અન્યાય કર્યો છે તેને પાછી મૂળભૂત રીતે અપનાવવાની છે. તેમાં સ્વછંદીપણુ નહીં ચાલે. કુદરતને હંફાવશો તો તે તમને હંફાવશે. તેની પાસે પછી તમને જીવાડવા માટે કોઈ કારણ નહિં હોય. વિનાશથી બચવું હોય તો કુદરત સાથે જીવો. જે નુકસાન થયું છે એનાથી વધારે ન થાય તેની કાળજી રાખો. આપણી આવનારી પેઢીને આપણે સ્વસ્થ સમાજ આપવાનો છે. જે આપણે ભોગવ્યું તે એ લોકોને ભોગવવાનું ન આવે તે સાચવવાનું કામ આપણું છે. બધું જ બદલાઈ રહ્યું હોય ત્યારે આ વૈશ્વિક પરિવર્તનને સ્વીકારવા પણ તૈયાર રહેવાનું છે. ફિનિક્ષ પક્ષની જેમ રાખમાંથી ઊભાં થવાનું છે.


          હજી કેટલાનો ભોગ લેવાશે એ ખબર નથી પણ જેટલાં જીવતાં રહેશે તેઓને માટે પણ કપરો કાળ આવી રહ્યો છે. આખા વિશ્વની નજર ભારત સામે છે. તેઓ પણ આપણી પાસે કંઈ ને કંઈ શીખી રહ્યાં છે. આપણે ભાઈચારો દાખવી માનવતા માટે પણ કેટલાય દેશોને મદદ કરી રહ્યાં છીએ. પ્રજા પણ જો સંયમથી વર્તન કરે તો આ દિવસો પણ જરૂર પસાર થઈ જશે .


ટાસ્ક : વર્તમાન સમયમાં વૈશ્વિક બદલવ

લેખિકા : રેખા પટેલ "સખી",

માંજલપુર,

વડોદરા.

ખાસ નોંઘ 👉   (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .