કિંમત ✍️ નલિની પંડ્યા "નંદિની"
"માણસ બહુ સારા હતા"
દરેક વખતે દરેક જનારની
શોકસભામાં આવું કહેવાય.
મતલબ, માણસની કિંમત
માણસના ગયા પછી જ થાય.
સમજી લો કે જે છે હયાત એને,
ખૂબી અને ખામી સાથે જ સ્વીકારાય.
કોઈને કોઈ ઉણપ તો હોય જ,
જણ કે જણસની ધારી કિંમત અંકાય??
પુર્ણની શોધમાં છો...??
તો ભૂલ કરો છો....
નહીં મળે પૂર્ણ, કોઇપણ કિંમત ચૂકવાય...!!
પૈસાની કિંમત વ્યવહારમાં જ થાય,
પણ તમારા બોલેલા શબ્દની કિંમતથી તમારું વ્યક્તિત્વ અંકાય..!!
સમયની બલિહારી જુઓ,
ઘરમાં વડીલોની કોઈ કિંમત ન થાય.
સમયની પણ કિંમત જાણો.
સમયે કામ ના કરો તો કામની કિંમત પણ કોડીની થાય.....!!!
નલિની પંડ્યા "નંદિની"
ખાસ નોંઘ 👉 (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)


Very true , Generally it occurs in Good / Bad situation s....
ReplyDelete✔✔
ReplyDeleteવાહ 👏👏👏👏👏
ReplyDelete