શીર્ષક :-બનાવીએ બનાવીએ ( બાળગીત ) ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ
બનાવીઅે બનાવીઅે ચાલો
રેતી નું ઘર બનાવીએ
દરિયા કિનારે બેસીએ
રેતીનો ઢગલો કરીએ
ચોરસ આકાર આપીએ
ઉપર ત્રિકોણ બનાવીએ
ધર ફરતે પાર બનાવીએ
ઢીંગલી મુકી એને સજાવીએ,
બનાવીએ બનાવીએ ચાલો
ફૂલોની વેણી બનાવીએ
બાગમાં જઇ ફૂલડા ચૂંટીએ
સોય દોરા માં પરોવીએ
ફૂલો ને સોય વડે ગુંથીએ
ફૂલોને લાઇન બધ્ધ ગોઠવીએ
વેણીને માથામાં સજાવીએ,
બનાવીએ બનાવીએ ચાલો
કાગળની હોડી બનાવીએ
કાગળ ને ચોરસ કાપીએ
સામ સામે ક્રોસ માં વાળીએ
આગળ પાછળ કાગળ ને ખેંચીએ
નીચેના ભાગ ને હથેળીમાં ઘસીએ
હોડીને પાણીમાં વહેતી મૂકીએ,
બનાવીએ બનાવીએ ચાલો
નકશો બનાવીએ
જમીન પર નકશો દોરીએ
દોરેલી લાઈન પર પથ્થર નાના મુકીએ
દુધીયા ચોક નો ભૂકો કરીએ
સાગર બતાવવા એને પાથરીએ
રણ બતાવવા રેતી પાથરીએ
પાનની ડાળી મુકી જંગલ બતાવીઅે
રૂ પાથરી હિમાલય દર્શાવીએ
બનાવીએ બનાવીઅે ચાલો
પતાનો મહેલ બનાવીએ
એકબીજા સાથે ત્રાસા કરી ગોઠવીએ
ઉતરતા ક્રમે લાઇનો બનાવીએ
માળ ઉપર માળ ને ચણીએ
ખાસ ધ્યાનને કેન્દ્રિત કરીએ
બનાવીએ બનાવીએ ચાલો
મનગમતું કંઈક બનાવીઅે




સરસ
ReplyDelete