શીર્ષક :-રક્ષાબંધન ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ
ટોળી હતી જે દસ ની
લાગે કે જાણે વિખેરાઈ ગઇ,
ખોવાયેલ વિરા તારો એ હાથ
આજ પણ હુ શોધુ છું,
પ્રેમ કેરી એ સોગાત મારા હ્દયે
આજ પણ રોપુ છું,
મોજ મજા માણતા નિકળેલા ત્રેવીસ વર્ષ
ના જાણે આજ કયા ખોવાઇ ગયા છે,
રક્ષાબંધન ને દિવસે પણ જાણે
ક્યાક લુટાઈ ગયા છે,
હાથ નથી એ પાંચ છે એ મારા માથા પર ફરતો એક અહેસાસ,
બેન તુ ચિંતા ના કર
તારો આ વિરો છે તારી સાથ,
તુ હોય તો કયા કોઈ ની તાકાત કે મને ડરાવી શકે
વિરા મારા તુ જ મારા મુખ પર હાસ્ય લહેરાવી શકે,
મોટો થતા ખોવાઈ ના જાતો તુ
જીવન ના અંતિમ શ્વાસ સુધી જોઇશ તારી વાટ હું,
ખુશ રહે તુ હંમેશા જ્યા પણ રહે તું
મારી ઉંમર પણ તારે કાજ ન્યોછાવર કરી દઉ હું
-જાની સોનલ"અવની"
અમદાવાદ

Happy rakhi
ReplyDelete