શિર્ષક :- શબ્દોની મહેફિલ ( એક સાથે ૧૦ રચનાઓ નો સંગ્રહ ) ✍️ લેખિકા : ગાયત્રી પટેલ .. સુરત
પ્રેમ કરવામાં એજ મજા છે
જેમ મને તું હવે રોજ તડપાવે છે.
તારૂ હાસ્ય જોઈ મન મલકાવે છે.
આંખો બંધ કરતા નજીક તું આવે છે.
શ્વાસ લેવામાં તારા હોઠોની મીઠાશ લાવે છે.
તારા હાથની ગરમાહત અંગમાં આગ લગાવે છે.
મુલાકાત લેવા માટે આજ આદત બોલાવે છે.
સાજન તમને મળવા સજની કેટલીય વાર મનને મનાવે છે.
રાત્રીના સમયે ઉજાગરા કરી દિલને સમજાવે છે
👉 રચના નંબર - ૨
કાવ્ય પંક્તિ
દીવો
ખુદ બળીને બીજાને પ્રજ્વલિત કરું છું.
તેલ સાથે મળીને દીવો બની ઉજાસ લાવું છું.
કપાસમાંથી રૂની દિવેટ બની
ઉલ્લાસ લાવું છું.
ઘર ઘર દીવો બની ગરીબની જોલીમાં જગમગાવ છું.
દિવાળીમાં રામજીની જીત બની
ઘર ઘર ને મેહકાવ છું
ગાયત્રી પટેલ સુરત
👉 રચના નંબર - ૩
ક્યાંક તો તારો અહેસાસ જ છે.
જે મને તારા વિના પણ સાથ આપે છે.
જો તું મળે તો એ પળમાં જ તારી મહેક હોય.
સાથે રંગીન યાદોનો અલગ મેળો ભરાય.
હું તો તારી જ વાતોની દીવાની થાવ.
તે સમય માટે પણ તારી સાથે પાગલ થાવ.
તું કહે તેમ છતાં મનમાં જ મલકાવ.
તારા રંગમાં અલગ અલગ ગીત ગાવ.
તને જોઈને આંખો આંખોમાં શરમાવ.
તારી પાસે વસંતની જેમ વર્ષા બની પાણી પાણી થાવ
ગાયત્રી પટેલ
👉 રચના નંબર - ૪
વસંત
આ વસંતનો વાયરો વાય છે.
ક્યાંક કોઈના પ્રેમના ગીત ગાય છે
કિસાન બળદને હળ સાથે જોડીને ખેતરે લહેરાય છે.
ગાયત્રી પટેલ. સુરત
👉 રચના નંબર - ૫
ક્યાંક તો તારો અહેસાસ જ છે.
જે મને તારા વિના પણ સાથ આપે છે.
જો તું મળે તો એ પળમાં જ તારી મહેક હોય.
સાથે રંગીન યાદોનો અલગ મેળો ભરાય.
હું તો તારી જ વાતોની દીવાની થાવ.
તે સમય માટે પણ તારી સાથે પાગલ થાવ.
તું કહે તેમ છતાં મનમાં જ મલકાવ.
તારા રંગમાં અલગ અલગ ગીત ગાવ.
તને જોઈને આંખો આંખોમાં શરમાવ.
તારી પાસે વસંતની જેમ વર્ષા બની પાણી પાણી થાવ
ગાયત્રી પટેલ
👉 રચના નંબર - ૬
વિષય કાવ્ય પંક્તિ
જિંદગી જોવા જેવી છે
જિંદગીને અલગ મીજાજના મનથી જોવા જેવી છે
સમય સાથે તો કેટલાય વર્ષોની આશા જોવા જેવી છે
પંખીના પાંખે મારુ મન બાજ બની ઉડવા જેવી છે
કુદરતી સુરના તાલે કોયલના અવાજ સાંભળવા જેવી છે
ડરના જોખમ વિના નદીની ધારા એ વહેવા જેવી છે
આમ વિચાર્યા વગર ખડખડાટ હાસ્યથી જીવવા જેવી છે
ખુલ્લા મને લોકોને માફ કરી ખુશ કરીને હસાવવા જેવી છે
ગાયત્રી પટેલ સુરત
👉 રચના નંબર -૭
પર્યાવરણની જાળવણીમાં માનવી કર્તવ્ય ભુલ્યો.
અડ્યા પડ્યા વિના આ કેવા વાતાવરણમાં રહ્યો.
જીવનને ઉજવવળ બનાવવા માનવી પર્યાવરણને નડ્યો.
સુખી થવાની લ્હાયમાં માનવી નીચી બુદ્ધિનો થયો.
નામને મોટું બનવવામાં કોરોના રોગ જડ્યો.
તો પણ માનવી હજી પર્યાવરણને અડી ના શક્યો.
કુદરતના અમૂલ્ય વારસા સામે માણસ ના ટક્યો.
જિંદગી જીવવા માટે ઘર પરિવારનો સાથ મલ્યો.
ગાયત્રી પટેલ સુરત
👉 રચના નંબર - ૮
આસપાસના લોકોને જોઈને દિલની વાત રજૂ કરી શકું છું.
પરંતુ કોઈનો ચેહરો વાંચીને શબ્દોમાં ઉતારી શકું છું.
બસ એટલું જ નહીં આવડતું કે ચેહરા વાંચ્યા પછી તેનો સહારો કેમ લેવ છું
કારણ કે ચેહરા પર હાસ્યની પાછળ દિલમાં દર્દ છૂપાવ છું.
ગાયત્રી પટેલ
👉 રચના નંબર - ૯
પ્રેમ કરવામાં એજ મજા છે
જેમ મને તું હવે રોજ તડપાવે છે.
તારૂ હાસ્ય જોઈ મન મલકાવે છે.
આંખો બંધ કરતા નજીક તું આવે છે.
શ્વાસ લેવામાં તારા હોઠોની મીઠાશ લાવે છે.
તારા હાથની ગરમાહત અંગમાં આગ લગાવે છે.
મુલાકાત લેવા માટે આજ આદત બોલાવે છે.
સાજન તમને મળવા સજની કેટલીય વાર મનને મનાવે છે.
રાત્રીના સમયે ઉજાગરા કરી દિલને સમજાવે છે.
👉 રચના નંબર - ૧૦
એ સપનાની રાત માણવા જેવી હતી.
ઉડાન માટે પાંખો હવે આકાશ સમું જોવા જેવી હતી.
પ્રેમ આપતા પેહલા નીંદર વીના જાગવા જેવી હતી.
ગાયત્રી પટેલ .... સુરત
આવી જ રસપ્રદ રચનાઓ ના વાંચન માટે નીચે આપેલ લીંક કલીક કરો.
https://gujarati.pratilipi.com/story/%E0%AA%96%E0%AA%BE%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-0s0scbmdxcwb?utm_source=android&utm_campaign=content_share
👉 ખાસ નોંધ.... આ લખાણ લેખક ના પોતાના ના વિચારો નુ છે ...આ લખાણ સાથે બ્લોગ ને કોઈપણ વ્યવહાર નથી
કોઈપણ કાર્યવાહી માટે લેખક જવાબદાર રહેશે.

Comments
Post a Comment