લઘુકથા :- મોટી બહેન ✍️ લેખક :- ' શિલ્પી ' બુરેઠા. કચ્છ .




રક્ષાબંધન નજીક હતી. પિયર જવાનો ઉત્સાહ મીરાંની ઝડપથી ચાલવાની ઢબ પરથી જ પરખાઇ જતો હતો. આંગણામાં ઢોલિયા પર બેઠેલો મોહન સામે ઊભેલા લીલાછમ ઘટાદાર લીમડાને જોઇ રહ્યો. 
             
બધાં ને એમ કે નવા-સવા  લગ્ન છે ; ભાઇ સાહેબ  પત્નીની થનારી વિદાયથી ઉદાસ છે,પણ મોહનના મન પર કંઈક જુદું જ ચિત્ર  હતું . હજી એ હાલતી- ડોલતી  ડાળીઓમાં જોયા કરતો હતો. ઘેરાં લીલાં  પાન પર ફરતી એની નજર તાજી ફૂટેલી કૂંપળ પર ચોંટી.  
          
સોળ- સત્તર વરસ  પહેલાં મોટી બહેન અને પોતે  રોપેલો લીમડાનો નાનકડો છોડ કેટલી કાળજીપૂર્વક ઉછેરતા હતા?  એ પણ કહેતી : "આ લીમડો મોટો થશે;મારો ભાઇ પરણશે ને હું  ભાભીને  કહીશ કે, આ લીમડો મારા ભાઇએ વાવ્યો હતો ."
             
અચાનક  એ ઝબક્યો  ને મનોમન બબડ્યો :"આ લીમડોય મોટો થઇ ગયો ને તારી ભાભી ય આવી ગઇ પણ મોટી બહેન તું ?
    
મનમાં ઉઠેલો સવાલ શૂન્યાવકાશમાં ઓગળી ગયો ને એની આંખમાંથી  શ્રાવણ-ભાદરવો વરસી પડયો ! 

✒લેખક : ' શિલ્પી ' બુરેઠા. કચ્છ

https://www.facebook.com/parjapati.shilpiburetha

-------------------------

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

ટીમ :- લાગણીનો રંગમંચ

૧૪,૦૦૦  થી પણ વધારે વાંચક મિત્રો નો સાથ અને સહકાર .

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .