શિર્ષક :- વ્હાલ ✍️ મીના વ્યાસ , વડોદરા




વેદના પાથરે કાગળે, શબ્દના સાધકો,
કહેણ પણ મોકલે વાદળે, શબ્દના સાધકો.

રાતભર જાગતા રહે, કરે સાધના શબ્દની,
આંસુઓ સારશે ઝાકળે, શબ્દના સાધકો.

બુંદથી છેક સાગર સુધી, કણથી પર્વત સુધી,
બાંધશે શબ્દની સાંકળે, શબ્દના સાધકો.

ડૂબવા એમને છે જરૂર માત્ર એના નયન,
ને લખે આંખના કાજળે, શબ્દના સાધકો.

લાગણી, હેત, ઊર્મિ, દગો, વ્હાલ, નફરત બધું,
સાચવે શબ્દને ધાબળે, શબ્દના સાધકો.


મીના વ્યાસ
વડોદરા

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .