આજનું જનરલ નોલેજ :- ➜ વિષય : સાહિત્ય

 



1. સાઈલન્સ ઝોન – નિબંધસંગ્રહનાં લેખક કોણ છે ?

Ans : ગુણવંત શાહ


2. રે મઠ નું મુખપત્ર કયું છે ?

Ans : કૃતિ


3. ઉપરવાસ નવલકથાના લેખક કોણ છે ?

Ans : રઘુવીર ચૌધરી


4. ’૧૧ દરિયા’ કોની રચના છે ?

Ans : મનહર મોદી


5. ‘સૂર્ય પુરુષ’ નવલકથા ગુજરાતના ક્યાં રાજકીય નેતાના જીવન પર આધારિત છે ?

Ans : ચીમનભાઈ પટેલ


6. ‘બોલ વ્હાલમના’ લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?

Ans : મણીલાલ દેસાઈ


7. ક્યાં કવિ ‘દગ્ધ કૃષિ કવિ’ તરીકે ઓળખાય છે ?

Ans : રાવજી પટેલ


8. ‘ઓડીસ્યુસનું હલેસું’ નાં કવિ કોણ છે ?

Ans : સિતાંશુ યશચંદ્ર


9. ‘માણસની વાત’ દીર્ધકાવ્યના કવિ કોણ છે ?

Ans : લાભશંકર ઠાકર


10. પરિક્રમા કાવ્યસંગ્રહના કવિ કોણ છે ?

Ans : બાલમુકુંદ દવે


11. ‘કબીરવડ’ કાવ્યના કવિ કોણ છે ?

Ans : નર્મદ


12. પ્રેમસખી કોનું ઉપનામ છે ?

Ans : પ્રેમાનંદ સ્વામી


13. સત્યકામ અને રોહિણી કઈ નવલકથાના પાત્રો છે ?

Ans : ઝેરતો પીધા છે જાણી જાણી


14. ‘સોનેરી ચાંદ, રૂપેરી સુરજ’ કેવા પ્રકારના કાવ્યોનો સંગ્રહ છે ?

Ans : હાઇકુ


15. ‘વૈંશપાયન’ કોનું ઉપનામ છે ?

Ans : કરસનદાસ માણેક


16. ‘ધરાગુર્જરી’ નું સાહિત્યસ્વરૂપ કયું છે ?

Ans : નાટક


17. ભીમો અને ચંદા કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે ?

Ans : જન્મટીપ


18. ‘મંદિર તારું વિશ્વ રૂપાળું’ – પ્રાર્થનાના કવિ કોણ છે ?

Ans : જયંતીલાલ આચાર્ય


19. ‘વિશ્વંભરીઅખિલ વિશ્વ તણી જનેતા’– સ્તુતિ કાવ્યના કવિ કોણ છે ?

Ans : કેશવલાલ ત્રિવેદી


20. ‘માં બાપને ભૂલશો નહિ’ – કાવ્યના રચયિતા કોણ છે ?

Ans : પુનિત મહારાજ


21. ‘જીવન અંજલી થાજો’ – પ્રાર્થનાના રચયિતા કોણ છે ?

Ans : કરશનદાસ માણેક


22. ‘દરિયાને તીરે એક રેતીની ઓટલી’ – બાળકાવ્યનાં કવિ કોણ છે ?

Ans : સુન્દરમ્


23. ‘મરી જવાની મજા’ નું સાહિત્ય સ્વરૂપ શું છે ?

Ans : નાટક


24. ‘ફેરો’ નું સાહિત્યિક સ્વરુપ શું છે ?

Ans : નવલકથા


25. ‘આપણો ઘડીક સંગ’ નાં લેખક કોણ છે?

Ans : દિગીશ મહેતા



વધુમાં વધુ તમારા વોટ્સએપ ગ્રૂપમાં અને મિત્રોને મોકલો..આ એક સેવાનું કાર્ય છે...🙏🙏


ખાસ નોંધ :- લાગણીનો રંગમંચ એટલે કે અમારા દ્વારા ફકત પોસ્ટ કરવામા આવી છે...કોઈપણ કાર્યવાહી માટે અમે જવાબદાર નહી રહીયે .



Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .