સાચવે તો તું પણ છે મને... ✍️ રેખા પ્રજાપતિ , અમદાવાદ
સાચવે તો તું પણ છે મને...
લાવ ને થોડી સંભાળ તારી હું પણ કરી લઉં.
વાતો તો પણ કરે છે,
આવને બે ચાર બોલો હું પણ બોલી દઉં.
લાગણી તો તું પણ બતાવે છે,
આજે એને મારી ઓઢણી હું બનાવી દઉં.
ગુડ મોર્નિંગ તો તું રોજ વિશ કરે મને,
આજે હું પણ તારી મોર્નિંગ ગુડ બનાવી દઉં.
વાતવાતમાં તું "તો પછી" બોલે છે,
આજે હું પણ તારાથી શીખી લેવું.
અફસોસ અને ગુસ્સો તો તું રોજ કરે છે,
આજે હું એને થોડો ઓગાળી ને પી લઉં.
બચ્ચા કહીને તો તું રોજ મને બોલાવે છે,
બેબી કહીને આજે તો મને વહાલ કરવા દે.
લૉકડાઉન તો આખા દેશમાં છે,
હંમેશા માટે તારા દિલમાં મને ક્વોરૅન્ટીન થવા દે.

Comments
Post a Comment