શીર્ષક :- Happy Friendship Day ✍️ દિપા સોની "સોનું"
તું સાવ એકલી છું...
કોણ છે તારું અહીંયા?
કોણ છે એવું જેની સામે દિલ ખોલી શકે ??
કોણ છે એવું જે દરેક વખતે તારી સાથે હોય ??
એવા સવાલો દુનિયાએ પુછ્યાં..
દુનિયા કહે .. બોલ તારા હોય તેનું નામ..
મન મુંજાય ગયું.....
શું જવાબ આપવો..?
કોણ છે એવું જેનું નામ આપી શકું ???
મનમાં સન્નાટો વ્યાપી ગયો...
કોણ છે મારુ અહીંયા?
ને ત્યાં જ એક હાથ લંબાયો
કહ્યું દૂર છું તારાથી,
પણ દિલથી તારી સાથે જ છું...
હું તરત જ પામી ગઈ
આ તો મારો મિત્ર....
મન હરખાય ગયું...
દુનિયાના સવાલના જવાબ મળી ગયા...
જીવનમાં દુઃખ સુખ ભલે આવે
પણ મિત્ર સાથે જ છે..
કહી દીધું દુનિયાને...્
હું એકલી નથી....
મારી પાસે મિત્ર છે...
તે જ મારો સાથ, મારો આધાર, મારી હિંમત..
નથી પરવા હવે દુનિયાની..
બસ સાથ મિત્રનો
એ જ દુનિયા....
Happy Friendship Day..
દિપા સોની "સોનું"

Comments
Post a Comment