" Happy friendship day " ✍️ - સુરેન્દ્રભાઈ ગામીત , તા.વ્યારા જિ.તાપી
"મળી ગયા જિંદગીની રાહમાં અનેક દોસ્ત,
એમાં થોડા ખાસ હતા,
થોડા એનાથી પણ વધારે ખાસ હતા,
શું કહું ! દોસ્તોની મહેફિલમાં આગળ જ રહ્યો છું,
કેમકે દોસ્તોની મહેફીલ જ અનોખી છે."
સૌને બાળપણના મિત્રોની યાદ આવતી હશે.બાળપણમાં સાથે રમ્યા હોય એવા બાળપણના મિત્રો વધારે યાદ આવે .આંબલી પીપળી,ગિલ્લી દંડો,ક્રિકેટ, સંતાકુકડીની,લંગડી,લાખોટીઓ જેવી બાળરમતો બાળમિત્રો સાથે રમવાની ઘણી મજા આવતી જે આજે પણ યાદ આવે.
ત્યાર પછી આવે છે શાળામિત્રો.જેમની સાથે સાથે શાળાએ ગયા,સાથે અભ્યાસ કર્યો,સાથે જમ્યા,સાથે પીકનીક માણી, સાથે મુવી જોઈ,સાથે ફર્યા અને સાથે જીવનના પાઠ શીખ્યા એ હજી યાદ આવી જતું હશે ખરુંને!
અમુક મિત્રો એવા હોય છે જે આપણને જિંદગીભર યાદ રહી જાય છે.જેની વિચારસરણી આપણા જોડે સરખી થતી હોય.ડગલે ને પગલે આપણને મદદરૂપ થયા.આપણી સાથે આપણા પડછાયાની જેમ રહેતા મિત્રોનો ચહેરો જીવનભર યાદ રહી જાય છે.
એક સારું જીવન જીવવવા માટે સારા મિત્રોનું હોવું એ હકારાત્મક પાસું છે.જેનાથી આપણી જીવન જીવવાની દિશાને ગતિ મળે છે.મિત્રો જ એક સબળુ પાસું છે,જેની આગળ આપણે દિલની વેદના રજૂ કરી શકીએ કે દુઃખ વ્યક્ત કરી શકીએ.જેથી મન હળવું થાય.
મિત્ર જ એક એવો છે જેની આગળ આપણે મનની ખુશી કે આનંદ વ્યક્ત કરીઅને મજા કરી શકીએ.મિત્ર એક ખુલ્લો અરીસો છે જેની આગળ આપણે બધું વ્યક્ત કરી દઈએ અને તે સહજ આપણને સ્વીકારી લે છે.ઘણી મોટી વ્યક્તિઓની સફળતા પાછળ સારા મિત્રોનો હાથ હોય છે.
સારો મિત્ર એ માત્ર કોઈ દોસ્ત જ નહીં.દીકરા માટે એક પિતા સારો મિત્ર બની શકે,દીકરી માટે એક માતા પણ બેસ્ટ મિત્ર હોય શકે.જે આપણને એક સારું માર્ગદર્શન આપી શકે.એક ગુરુ પણ વિધાર્થીઓનો મિત્ર બની સારી પ્રેરણા પુરી પાડી શકે.
જીવનનમાં મિત્રો હોવા જરૂરી છે.મિત્રો વગર જીવન એકલવાયું છે.અને એકલવાયું જીવન દૂર કરી
જીવનમાં તેજ અને આનંદ લાવનાર એક, મિત્ર જ છે.
જેની નજીક રહી પોતાની જાતને સુરક્ષિત સમજી શકીએ.
એટલે જ તો કહેવાયું છે,-
" સંસારમાં સૌથી મોટું જો કોઈ હોય તો મિત્રતા છે,
એનાથી બીજું કોઈ મોટું ધન નથી.
એટલે જ સંસારમાં કમાવવું હોય તો ,
મિત્રતા કમાવજો ,પૈસા નહિ.
જેની પાસે મિત્રો છે એજ દુનિયાનો,
સૌથી અમીર માણસ છે."
" Happy friendship day "
- સુરેન્દ્રભાઈ ગામીત
તા.વ્યારા જિ.તાપી
👉 હિંદી ભાષા માં રસપ્રદ કવિતા અને લેખ , વાર્તા ના વાચન માટે નીચે આપેલ લીંક કરો
laganinorangmanch.blogspot.comEdit

Happy friendship day
ReplyDelete