" Save the nature" ✍️ સુરેન્દ્ર ગામીત , તા.વ્યારા જિ.તાપી



                અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે.કુદરતનો ખોળો એવી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હશે.પિકનિક પોઈન્ટ, નદી,

ધોધ,ઝરણાં,જંગલની પ્રકૃતિ મન મુકીને ખીલી ઉઠી હશે.ચોમાસાની ઋતુ એટલે કુદરત સાક્ષાત ધરતી ઉપર નીચે ઉતરી આવે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે.

        રજાઓના દિવસોમાં લોકો પ્રકૃતિની મજા માણવા પિકનિક કે પ્રવાસ માટે તેમજ ધોધ જોવા માટે નીકળતા હશે એ સારી બાબત છે પણ ત્યાં જઈને આપણે આપણી ફરજ ભૂલી જઈને પ્રકૃતિની ખોળે કે રસ્તાની પાણીની પ્લાસ્ટિક, વેફરના પ્લાસ્ટિક કાગળ,નાસ્તાની ડિશો, નાસ્તાના પ્લાસ્ટિક  થેલીઓ ફેંકીને આવતા રહીએ છીએ. આપણે આપણા  સ્વાર્થ માટે કેટલું બધું નુકસાન કરીએ છીએ વિચારો.આ બધું તમે લઈ જાઓ કાંઈ વાંધો નહીં પણ એ કચરાને પાછો લઈ લો અને યોગ્ય જગ્યાએ એને બાળી દઈ એનો નિકાલ કરી દો.મને લાગે છે કે જે ફરવા આવે છે બધા જ સુશિક્ષિત અને ભણેલો ગણેલો વર્ગ છે. આવું કરે છે સમજાતું નથી.

             જ્યારે પ્રકૃત્તિ રૂઠે છે ત્યારે ભલભલાને ઘૂંટણીયે ટેકવવા પડે જ છે. માનવી જેવુ  કરે છે એવુ ભોગવવું પણ પડે છે. જયારે પ્રકૃતિ રૂઠે છે ત્યારે આપણે લાચાર થઈ ઘરમાં પુરાઈને ભગવાનને  પ્રાર્થના કરીએ છીએ હે પ્રભુ ! હવે તો બચાવો. અરે ભગવાન શુ બચાવે ? ,તમે જ પ્રકૃતિમાં  વિક્ષેપ પાડ્યો તો ત્યારે ભોગવવું જ પડે અને કોઈ બચાવવા નહીં આવે.

                કુદરત આપણને વારંવાર કોઈ કુદરતી આફત હોય કે મહારોગો હોય,બીજા કેટલાક પ્રલય દ્વારા બુદ્ધિશાળી માનવીને ચેતવે છે છતાં આ માનવી કંઈ સમજવવા માંગતો જ નથી .પરિવર્તન કરવા માંગતો નથી.

એક ની એક ભુલ વારંવાર કરતો આવ્યો છે.

               આપણાં વિસ્તારમાં જે પ્રકૃતિ સૌંદર્ય સ્થળો આવેલા છે જે તે ગામમાં સ્વચ્છતાને લગતા ગ્રામપંચાયત દ્વારા,જિલ્લા પંચાયતદ્વારા,પ્રકૃતિ મંડળ દ્વારા કડકમાં કડક સ્વચ્છતાને લગતા નિયમો  અથવા દંડ હોવો જોઈએ.

અને જે તે ગામ કે વિસ્તારના યુવા મિત્રોએ પણ કુદરતી સૌંદર્ય ને નુકસાન ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.

                 

                  પ્રકૃતિ નો જય

                             

               - સુરેન્દ્ર ગામીત....તા.વ્યારા જિ.તાપી

Comments

Post a Comment

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .