શીર્ષક :- વ્યર્થ ✍️ નલિની પંડ્યા "નંદિની"
વ્યર્થ છે આપણું હોવું
જો આપણે જીવનની ઉંચાઇને
બદલે તેની લંબાઇને જીવવા
આતુર હોય તો...!!
એકાદ જીવને પણ જો
થોડાં પણ ઉપયોગી ન
થઇએ તો...
વ્યર્થ છે યોગી હોવુ આપણું....!!
વ્યર્થ છે સાહેબ !!
ચાર ધામની જાતરા..!!જો
વૃધ્ધ મા કે બાપને આંગળી
પકડીને બાથરૂમ સુધી ન
લઇ ગયા હોય...તો..!!
વ્યર્થ છે...શ્રાધ્ધનું કરવું..
ન કરશો શ્રાધ્ધ જો
મા-બાપની હયાતીમાં
ક્યારેય એમને ભાવતી વાનગી
પ્રેમથી ન પીરસી હોય..!!!
વ્યર્થ છે ...
પીપળે પાણી રેડવાનું
જો અવસ્થામાં પથારીવશ
મા કે બાપના ઓશીકે રોજ
તાજા પાણીનો જગ ન ભર્યો હોય...!!!
વ્યર્થ છે..
તમને લાખો લોકો સલામ કરતાં
હોય.. . જો તમે એકવાર પણ
માતા-પિતાને 'કેમ છો?' ન
પૂછતા હોય...જો
હાલરડાં ગાઇને તમને સુવાડનારને
રાત્રે જાગી ને કોઇકવાર સરખું
ઓઢાડ્યું ન હોય...
વ્યર્થ છે...જીવનની લંબાઇ.....
જો ઉંચાઇ ન હોય વર્તનમાં....!!!!
નલિની પંડ્યા "નંદિની"


V True
ReplyDeleteવાહ.
ReplyDeleteઆજના જીવનની કડવી વાસ્તવિકતા સામે સ્પષ્ટ, ધારદાર શબ્દપ્રહાર. વાહ.
👏👏👏👏👏