પ્રણય ✍️ નલિની પંડ્યા "નંદિની"
કમળની પાંદડીઓમાં
ભમરાનું પુરાવુ.... કદાચ
પૂરાવો છે પ્રણયનો...!!!!
મધમાખીના સ્પર્શ માત્રથી,
ફૂલનું મહોરી ઉઠવું.... કદાચ
પૂરાવો છે પ્રણયનો....!!!
હા... કોઇ બોલાવે તને
'ને હોંકારો મારાથી અપાય...!!
કદાચ..
પૂરાવો છે પ્રણયનો...!!!
ઊંઘ મારી... તારા સપનાં...
વિરહમાં તારા.... મારા ઉજાગરા..
તારી ગેરહાજરીમાં મારુ ન હોવું,
એ જ પૂરાવો છે પ્રણયનો....!!
અને.. જો ને ઘર મૂકી...
મૂકી મૈયર ને પાદર મૂક્યું...
તારા માટે.. અરે... પરિવાર આખું
પાછળ મૂક્યું...!!!
આનાથી વિશેષ
હોય કોઇ પૂરાવો પ્રણયનો...????
નલિની પંડ્યા "નંદિની" ✍🏻
- ખાસ નોંધ - લખાણ ના બધા વિચારો લેખક ના પોતા ના છે.


Comments
Post a Comment