Posts

શીર્ષક - વિશ્વ જળ દિવસ , મીના વ્યાસ - વડોદરા

Image
  આ ધરાથી જળ વસે વાદળ સુધી, તોય ક્યાં પહોંચી શકાયું તળ સુધી. સ્પર્શ નાજુક પામતા ખીલી ઉઠ્યું, વ્હાલ વિસ્તાર્યું હતું ઝાકળ સુધી. કર્મ સીંચી, ભાગ્ય નીપજે એ મુજબ, મૂળમાં સિંચેલ પાણી ફળ સુધી. શબ્દ ભીના થઇ કલમથી ઊતર્યા, આંખથી આંસુ સર્યા, કાગળ સુધી. તાગ જો પામી શકો ઊંડાણનો, માપજો, દરિયાદિલી થી છળ સુધી. મીના વ્યાસ , વડોદરા 

मेरा गाँव ✍️ Mishikwrites

Image
  सुबह से शाम  मेरे गाँव में कुछ इस तरह गुज़रती थी, पापा की डांट से शुरू होकर माँ की लोरी पर रूकती थी, उलझे दोस्तों के संग हर मसले चाय पर सुलझते थे... मसले तो अब भी है इस शहर में, बस न उलझे हुए दोस्त है और नाही वह गाँव है| ~ Mishika  #mishikawrites

આજનું જનરલ નોલેજ :- ➜ વિષય : સાહિત્ય

Image
  1. સાઈલન્સ ઝોન – નિબંધસંગ્રહનાં લેખક કોણ છે ? Ans : ગુણવંત શાહ 2. રે મઠ નું મુખપત્ર કયું છે ? Ans : કૃતિ 3. ઉપરવાસ નવલકથાના લેખક કોણ છે ? Ans : રઘુવીર ચૌધરી 4. ’૧૧ દરિયા’ કોની રચના છે ? Ans : મનહર મોદી 5. ‘સૂર્ય પુરુષ’ નવલકથા ગુજરાતના ક્યાં રાજકીય નેતાના જીવન પર આધારિત છે ? Ans : ચીમનભાઈ પટેલ 6. ‘બોલ વ્હાલમના’ લોકપ્રિય ગીતના કવિ કોણ છે ? Ans : મણીલાલ દેસાઈ 7. ક્યાં કવિ ‘દગ્ધ કૃષિ કવિ’ તરીકે ઓળખાય છે ? Ans : રાવજી પટેલ 8. ‘ઓડીસ્યુસનું હલેસું’ નાં કવિ કોણ છે ? Ans : સિતાંશુ યશચંદ્ર 9. ‘માણસની વાત’ દીર્ધકાવ્યના કવિ કોણ છે ? Ans : લાભશંકર ઠાકર 10. પરિક્રમા કાવ્યસંગ્રહના કવિ કોણ છે ? Ans : બાલમુકુંદ દવે 11. ‘કબીરવડ’ કાવ્યના કવિ કોણ છે ? Ans : નર્મદ 12. પ્રેમસખી કોનું ઉપનામ છે ? Ans : પ્રેમાનંદ સ્વામી 13. સત્યકામ અને રોહિણી કઈ નવલકથાના પાત્રો છે ? Ans : ઝેરતો પીધા છે જાણી જાણી 14. ‘સોનેરી ચાંદ, રૂપેરી સુરજ’ કેવા પ્રકારના કાવ્યોનો સંગ્રહ છે ? Ans : હાઇકુ 15. ‘વૈંશપાયન’ કોનું ઉપનામ છે ? Ans : કરસનદાસ માણેક 16. ‘ધરાગુર્જરી’ નું સાહિત્યસ્વરૂપ કયું છે ? Ans : નાટક 17. ભીમો અને ચંદા કઈ નવલકથ...

પિપાસા ✍️ દક્ષા ઠાકર 'દક્ષુ

Image
જીવ...જગત .. ઈશ્વરને જાણું! મને ના કોઇ પિપાસા બાકી.. રંગમંચ ની આ દુનિયામાં! આવી ભજવવા પાત્ર મારું.. જન્મ ધર્યો, બન્યા સંબંધો! નિભાવતી રહી આ સંબંધોને.. જાણું છું સઘળું મિથ્યા છે! તો પણ માનવ સહજ! તરલ હ્રદય થાય મીણ.. અને! જ્ઞાનની પિપાસા..  વધતી રહે..વધતી રહે.. દક્ષા ઠાકર 'દક્ષુ' ખાસ નોંધ - લખાણ ના બધા વિચારો લેખક ના પોતાના છે .

પ્રણય ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
  કમળની પાંદડીઓમાં  ભમરાનું  પુરાવુ.... કદાચ પૂરાવો છે પ્રણયનો...!!!! મધમાખીના સ્પર્શ માત્રથી, ફૂલનું મહોરી ઉઠવું.... કદાચ પૂરાવો છે પ્રણયનો....!!!   હા... કોઇ બોલાવે તને  'ને હોંકારો મારાથી અપાય...!!  કદાચ.. પૂરાવો છે પ્રણયનો...!!! ઊંઘ મારી... તારા સપનાં... વિરહમાં તારા.... મારા ઉજાગરા.. તારી ગેરહાજરીમાં મારુ ન હોવું, એ જ પૂરાવો છે પ્રણયનો....!! અને.. જો ને ઘર મૂકી... મૂકી મૈયર ને પાદર મૂક્યું... તારા માટે.. અરે... પરિવાર આખું પાછળ  મૂક્યું...!!! આનાથી વિશેષ હોય કોઇ પૂરાવો પ્રણયનો...???? નલિની પંડ્યા "નંદિની" ✍🏻 - ખાસ નોંધ - લખાણ ના બધા વિચારો લેખક ના પોતા ના છે.

एक पक्षी ✍️ हेमा बाजपेई , अहमदाबाद

Image
एक पक्षी जमी से आसमां की दूरी तय करता,  तो एक पक्षी बंधिसो मैं कहीं बंध जाता.... एक पक्षी जो गगन संग इठलाता,  तो एक पक्षी शोर कर गीत सजाता... एक पक्षी कि गूंज जग को भाती,  तो एक पक्षी सलाखों में कहीं दम तोड़ता....  एक पक्षी रोशनी को तलाशता,  तो एक पक्षी रोशनी संग ख्वाब सजाता.... एक पक्षी कि चीख पर वाह-वाही मिलती, तो एक पक्षी कि पुकार दफन हो जाती... एक पक्षी सबको मन से भाता,  तो एक पंछी सबके मन से उतर जाता..... हेमा बाजपेई अहमदाबाद ખાસ નોંધ - આ લખાણ લેખક ના પોતાના વિચારો થી છે ...લખાણ માટે બ્લોગ જવાબદાર નથી.

દમદાર વ્યક્તિત્વ ( કવિતા ) ✍️નલિની પંડ્યા "નંદિની"✍🏻

Image
                   ચાલે ને ધરણી ધ્રૂજે....  શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય?? મંચ પર પ્રમુખસ્થાને બિરાજે.. શું એને દમદાર વ્યક્તિત્વ કહેવાય?? જ્યાં જાય પોતે ત્યાંથી જ રસ્તો શરુ થાય એને જ દમદાર વ્યક્તિત્વ કહેવાય..??? ના....ભાઈ...ના... મારે તો... જીવનની લંબાઈને બદલે ઊંચાઈને  જીવવા આતુર હોય એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે...!! સૌને થવું ઉપયોગી, કોઇના કામમાં અંતરાયો ઉભા કરી આગળ ન વધવા દેવા એવાં વ્યક્તિત્વનું શું કામ..?? કોઈના માટે પગથિયાં ન બનુ પણ ખાડો બની નીચે ન પાડું એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. લાખો લોકો ભલે સલામ કરે પણ,  મા-બાપ પાસે બેસી રોજ વાતો કરું એવું દમદાર વ્યક્તિત્વ બનવું છે.  શ્રાદ્ધ ભલે ન કરું પણ એમને  ભાવતી વાનગી પીરસી શકું એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. નાના હાથે મોટી સેવા કરું, જનસેવાને પ્રભુસેવા ગણી સમાજને ઉપયોગી થાઉં એવું દમદાર વ્યક્તિત્વ ઘડવું છે. નલિની પંડ્યા "નંદિની" ▪️ ખાસ નોંધ - આ લખાણ લેખક ના પોતાના વિચારો થી છે. 

દહેજની દહેશત (વાર્તા ) આયેશા ✍️ મીરા ડી વ્યાસ - રાજકોટ

Image
આયેશા તેના માતા પિતાની લાડકવાયી દીકરી હતી બાળપણથી લઈને તો ડિગ્રી સુધી ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી  ગુર્જરનગરી અમદાવાદમાં નાનેથી મોટી થયેલી . એ આજના જમાનાની આધુનિક વિચારો ધરાવતી આધુનિક યુવતી હતી એમ. એ .સુધી અભ્યાસ કરેલો હતો. અને મામા ઝાલોર શહેરમાં રહેતા હોય છે તો આયેશા પહેલા તો પોતાના પરિવાર સાથે અવારનવાર પ્રસંગોપાત જતી આવતી મામાના ઘરે મામા પણ શિક્ષિત અને પાછા વકીલ હતા પરિવાર આખો જમાના મુજબ તાલમેલ રાખતો એટલે દીકરી આયેશાનો ઉછેર પણ દીકરા જેમજ કરેલો પરવરીસ ખૂબ જ સારી રીતે સંસ્કાર નું સિંચન કરીને એકદમ સારી રીતે કરેલ છે.   આરીફ પણ ઝાલોરમાં રહેતો હોય છે એટલે બંને જણા અવાર નવાર મળતા રહે છે અને ધીમે ધીમે બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી બંને એક મેક વિના રહી શકતા નહી. ! આયેશાનાં નિકાહની વાત ઘરમાં મમ્મી પપ્પા કરે છે  ત્યારે આયેશા કહે છે કે મમ્મી મેં આરીફને પસંદ કર્યો છે નિકાહ એની સાથે જ કરીશ ત્યારે મમ્મી અને પપ્પા બંને માની ગયા! અને ઝાલોર જઈને આરીફના મમ્મી પપ્પાને મળ્યા અને  આયેશાના નિકાહની વાત કરી તો એ લોકોને પણ કબુલ હતા નિકાહ નક્કી કરી નાખ્યાં અને તારીખ પણ નક્કી કરી નાંખ...

જગતતાત ✍️ મૈત્રી ઉપાઘ્યાય , અમદાવાદ

Image
  માનવી જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે તેને કઈ વસ્તુ કેવી રીતે ઉપયોગ કરવી તેની સમજ પડતી નહીં. ધીમે ધીમે મધ્ય પાષાણ યુગની શરૂઆત થઇ અને જેમાં માનવીએ સૌપ્રથમ ખેતીની શરૂઆત કરી. આ ખેતીની શરૂઆતથી જ માનવીની ભટકતા જીવનમાંથી એક સ્થાયી જીવનની શરૂઆત થઈ. આ ખેતી કરનાર માનવી ઓળખાયો ખેડૂત તરીકે.      ખેડૂત આમ અર્થ કરીએ તો ખેડ કરીને લોકોને અને પોતાનું ભરણપોષણ કરતો તાત એટલે ખેડૂત. બીજા શબ્દોમાં કહીએ તો અન્નદાતા- "અનાજનો દાતા".આજે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આપણે એમ સમજીએ છીએ કે દેશનો વિકાસ ખનીજો કે ઉદ્યોગોને કારણે થાય પણ હું કહીશ કે આ વાત તદ્દન ખોટી છે. આ દેશનો જો વિકાસ થતો હોય તો તેનું મુખ્ય કારણ છે ખેતી અને એ ખેતી કરનાર ખેડૂત. કારણ કે જો ખેડૂત અનાજ પકવશે તો લોકોને ખાવા મળશે અને જો અન્ન મળશે તો જ શરીરનો વિકાસ થશે અને તો જ બીજા કામ માનવી કરી શકશે.       સૌથી અઘરું કામ ખેતીનું છે. ખેડૂતને સૌપ્રથમ તો વરસાદની રાહ જોવી પડે છે. સારો વરસાદ પડે તો જ સારો પાક થાય અને તો જ ખેડૂતને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા મળી રહે. કેટ કેટલીયે પ્રક્રિયામાંથી પસાર થઈને ખે...

શિર્ષક : નારીનાં મનની વાત ✍️ ✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ

Image
નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી? પિયરમાં પારકી થાપણ ગણીને ઉછેરાતી, સાસરિયે પારકી જણી તરીકે ઓળખાતી, બે માંથી ક્યાં કદી એક પણ ઘરે સંપૂર્ણ સમાતી? નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી, વરસમાં એક દિવસ આદર સન્માન અનુભવતી, શેષ દિવસોમાં નારી ગરીમાને ઠેંસ પહોંચાડાતી, નિર્ભયા સમ વિના કોઈ વાંક શા માટે સજા મેળવતી? નારીનાં મનની વાત ક્યાં કદી કોઈને સમજાતી, જજબાતોના ઝંઝાવાતમાં સતત અફળાતી, મિથ્યા રિવાજોની બેડીઓમાં સદા જકડાતી, ઈચ્છાઓના આકાશે ઊડવા ક્યાં કદી પંખ પામતી? ✍️ ગીતા ઠક્કર - ગીત , મુંબઈ 

શીર્ષક :- વ્યર્થ ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
વ્યર્થ છે આપણું હોવું જો આપણે જીવનની ઉંચાઇને બદલે તેની લંબાઇને જીવવા  આતુર હોય તો...!! એકાદ જીવને પણ જો થોડાં પણ ઉપયોગી ન થઇએ તો... વ્યર્થ છે યોગી હોવુ આપણું....!! વ્યર્થ છે સાહેબ !! ચાર ધામની જાતરા..!!જો વૃધ્ધ મા કે બાપને આંગળી  પકડીને બાથરૂમ સુધી ન લઇ ગયા હોય...તો..!! વ્યર્થ છે...શ્રાધ્ધનું કરવું.. ન કરશો શ્રાધ્ધ જો મા-બાપની હયાતીમાં  ક્યારેય એમને ભાવતી વાનગી પ્રેમથી ન પીરસી હોય..!!! વ્યર્થ છે ... પીપળે પાણી રેડવાનું જો અવસ્થામાં પથારીવશ મા કે બાપના ઓશીકે રોજ તાજા પાણીનો જગ ન ભર્યો હોય...!!!  વ્યર્થ છે.. તમને લાખો લોકો સલામ કરતાં હોય.. . જો તમે એકવાર પણ માતા-પિતાને 'કેમ છો?' ન પૂછતા હોય...જો હાલરડાં ગાઇને તમને સુવાડનારને રાત્રે જાગી ને કોઇકવાર સરખું ઓઢાડ્યું ન હોય... વ્યર્થ છે...જીવનની લંબાઇ..... જો ઉંચાઇ ન હોય વર્તનમાં....!!!! નલિની પંડ્યા "નંદિની" 👉  naliniapandya@gmail.com ખાસ નોંઘ 👉     (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

શીર્ષક : વેદનાનો ઈલાજ ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
કોઈ વૈદ કે હકીમને બોલાવો, મારી વેદનાનો ઈલાજ બતાવો. આપનારે આ દર્દ તો આપી દીધું, હવે ઈશને પૂછી જવાબ બતાવો. પ્રેમમાં કેવા આપણે હતાં તરબોળ, હવે વગર વરસાદે ભીંનાશ બતાવો. આંખોના નૂરને તો ઝાંખપ આપી, હવે છાજલી કરી પૂરું આકાશ બતાવો. નીંદર મારી ઉડી ગઇ વગર સપને, હવે ઉજાગરાની લાલાશ બતાવો. આંખોને તો આંસુઓની આડશ મળી, હવે દરિયાની જેવી ખારાશ બતાવો. "સખી" વેદનાનો વરઘોડો કાઢ્યો અહીં, હવે જાનૈયા બની હળવાશ બતાવો. રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા . ખાસ નોંઘ 👉     (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

શીર્ષક : ડીયર લાઈફ ✍️ રેખા પ્રજાપતિ , અમદાવાદ

Image
  તું જ્યારે-જ્યારે તારા નવા રંગ બતાવે છે,  હું ત્યારે-ત્યારે તેને ચિત્ર સમજી રંગ પૂરું છું.     તું જ્યારે-જ્યારે દુઃખનો ભંડાર કરે છે,     હું ત્યારે-ત્યારે સુખની એક લહેર શોધું છું.          તું જ્યારે-જ્યારે ઘાવ આપે છે,           હું ત્યારે-ત્યારે દવા લગાડું છું.         તું જ્યારે-જ્યારે મને નિરાશ કરે છે,  હું ત્યારે-ત્યારે આશાનું એક કિરણ પ્રગટાવવું છું.        તું જ્યારે-જ્યારે મને કમજોર બનાવે છે,         હું ત્યારે-ત્યારે વધુ શક્તિશાળી બનું છું.  રેખા પ્રજાપતિ  અમદાવાદ ખાસ નોંઘ 👉     (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

શીર્ષક :-બનાવીએ બનાવીએ ( બાળગીત ) ✍️ -જાની સોનલ"અવની" , અમદાવાદ

Image
  બનાવીઅે બનાવીઅે ચાલો રેતી નું ઘર બનાવીએ દરિયા કિનારે બેસીએ રેતીનો ઢગલો કરીએ ચોરસ આકાર આપીએ ઉપર ત્રિકોણ બનાવીએ ધર ફરતે પાર બનાવીએ ઢીંગલી મુકી એને સજાવીએ, બનાવીએ બનાવીએ ચાલો ફૂલોની વેણી બનાવીએ બાગમાં જઇ ફૂલડા ચૂંટીએ સોય દોરા માં પરોવીએ ફૂલો ને સોય વડે ગુંથીએ ફૂલોને લાઇન બધ્ધ ગોઠવીએ વેણીને માથામાં સજાવીએ, બનાવીએ બનાવીએ ચાલો કાગળની હોડી બનાવીએ કાગળ ને ચોરસ કાપીએ સામ સામે ક્રોસ માં વાળીએ  આગળ પાછળ કાગળ ને ખેંચીએ નીચેના ભાગ ને હથેળીમાં ઘસીએ હોડીને પાણીમાં વહેતી મૂકીએ, બનાવીએ બનાવીએ ચાલો નકશો બનાવીએ જમીન પર નકશો દોરીએ દોરેલી લાઈન પર પથ્થર નાના મુકીએ  દુધીયા ચોક નો ભૂકો કરીએ સાગર બતાવવા એને પાથરીએ રણ બતાવવા રેતી પાથરીએ પાનની ડાળી મુકી જંગલ બતાવીઅે રૂ પાથરી હિમાલય દર્શાવીએ  બનાવીએ બનાવીઅે ચાલો પતાનો મહેલ બનાવીએ એકબીજા સાથે ત્રાસા કરી ગોઠવીએ ઉતરતા ક્રમે લાઇનો બનાવીએ માળ ઉપર માળ ને ચણીએ ખાસ ધ્યાનને કેન્દ્રિત કરીએ બનાવીએ બનાવીએ ચાલો મનગમતું કંઈક બનાવીઅે         -જાની સોનલ"અવની"              અમદાવાદ

✍️ વર્તમાન સમયમાં વૈશ્વિક બદલવ ✍️ લેખિકા : રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

Image
            આ તો કુદરત છે. જે આવે છે એ માનવ સર્જિત અથવા તો કુદરતી આપત્તિ આવે છે. જ્યારે તેનો કોઈ ઉપાય હોતો નથી ત્યારે બધાં હથિયાર હેઠાં મૂકી દેવાય છે. ગરીબથી માંડીને તવંગર દેશ અને દુનિયાના માણસો એવી લાચાર સ્થિતિમાં મૂકાય જાય છે કે તેઓ આ મુશ્કેલી માંથી કોઈ માર્ગ શોધી શકતાં નથી. જે ઉત્પાત થાય છે તે લાચાર થઈને જોયાં કરે છે તો પણ જાતે સુધારવાનું નામ લેતાં નથી.           સમગ્ર વિશ્વમાં આજે આ પરિસ્થિતિ છે. એકબીજા પર દોષારોપણ કરે છે અને પોતાની પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે સરહદ પર હુમલાઓ અને દેશમાં આતંકવાદીઓ ઘુસાડવાનું ખરાબ કાર્ય કરતાં હોય છે. આવું કરીને પોતાની નીચી જાત બતાવી દે છે. ખોટા સંરક્ષણ ખર્ચાઓ કરી દેશને દેવામાં ડૂબાડી આ કોરોના જેવી મહામારી માંથી બચવા અને ફંડ ભેગું કરવા હાથમાં કટોરો લઈ ઉભા રહે છે. આ સમય લડવાનો નથી. એકબીજાને સાથ આપવાનો છે. જે મહામારી ફેલાઈ છે તેને દૂર કરવા ખભેખભા મિલાવવાના છે. કોઈનો દોષ જોવાને બદલે હવે આમાંથી કેવીરીતે બહાર નીકળાય એ વિચારવાનું છે. કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. જે સાધન સંપન્ન દેશો છે અને ગંભ...

હે વિઘ્નહર્તા ✍️ દક્ષા ઠાકર , 'દક્ષુ'

Image
વક્રતુંડ..મહાકાય એવા,  સુમૂખ,કપિલ,ગજકર્ણક.. લંબોદર,વિકેટો,વિજ્ઞહર્તા,વિનાયક, તમારૂં સ્વાગત કરૂં હું પૂર્ણ પ્રેમ.. નિત્ય કરૂં છું પૂજા અર્ચના,  ભાવ મારો સ્વીકારો.. હાથમાં કંકુ ને ચોખા,  લાલ ફૂલો થી વધાવુ હું.. સવાર સાંજ કરૂં આરતી, રસ થાળ ધરાવું મોદક સાથે.. એક વિનંતી મારી તુજને , હે વિઘ્નહર્તા, "વિઘ્નો કરજો જગતના દૂર," આ મહામારીની આફતને જે, આવી છે દુનિયા માં .. તુર્તજ  તેનું છેદન કરીને, નિવારણ કરજો ત્વરીત.. દક્ષા ઠાકર,,'દક્ષુ' ખાસ નોંધ 👉  (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

કિંમત ✍️ નલિની પંડ્યા "નંદિની"

Image
  "માણસ બહુ સારા હતા" દરેક વખતે દરેક જનારની શોકસભામાં આવું કહેવાય. મતલબ, માણસની કિંમત માણસના ગયા પછી જ થાય. સમજી લો કે જે  છે હયાત એને, ખૂબી અને ખામી સાથે જ સ્વીકારાય. કોઈને કોઈ ઉણપ તો હોય જ, જણ કે જણસની ધારી કિંમત અંકાય?? પુર્ણની શોધમાં છો...??  તો ભૂલ કરો છો.... નહીં મળે પૂર્ણ, કોઇપણ કિંમત ચૂકવાય...!! પૈસાની કિંમત વ્યવહારમાં જ થાય, પણ તમારા બોલેલા શબ્દની કિંમતથી તમારું વ્યક્તિત્વ અંકાય..!! સમયની બલિહારી જુઓ, ઘરમાં વડીલોની કોઈ કિંમત ન થાય. સમયની પણ કિંમત જાણો. સમયે કામ ના કરો તો કામની કિંમત પણ કોડીની થાય.....!!! નલિની પંડ્યા "નંદિની" ખાસ નોંઘ 👉   (આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) 👉  naliniapandya@gmail.com

શીર્ષક :- ડાયરી ✍️ મૈત્રી ઉપાધ્યાય , અમદાવાદ

Image
    તૃષા એક ખૂબ  પ્રેમાળ અને સમજદાર છોકરી હતી. નાનપણમાં જ તેણે પોતાની માને ગુમાવી હતી.પિતાએ બીજા લગ્ન કરતા ઘરમાં સાવકી મા આવી હતી.જે તૃષાને ખૂબ ત્રાસ આપતી હતી. તૃષાના જીવનને તેણે નરક બનાવી દીધું હતું. તૃષાના પિતાને બધી ખબર હોવા છતાં તે બીજી પત્નીના પ્રેમમાં એટલા ખોવાઈ ગયા હતા કે પોતાની દીકરીની તકલીફ તરફ ધ્યાન જ નહોતા આપતા.ઘણીવાર તે પણ તૃષાને ફટકાર આપી દેતા.તૃષાને ડાયરી લખવાની સારી આદત હતી.તે પોતાની સાથે બનેલ બધી જ સારી-ખરાબ બાબતોને ડાયરીમાં લખતી.     એક દિવસની વાત છે.તૃષાની સાવકી માએ તેને એટલો બધો માર માર્યો કે તૃષાને માથામાં ખૂબ જ ઈજા થઈ.તેને દવાખાનામાં દાખલ કરી. તૃષાને ખબર પડી ગઈ હતી કે હવે તે પોતે બહુ જીવી શકે તેમ નથી.બે દિવસ બાદ દવાખાનામાં જ તેનું મૃત્યુ થયું. ડોક્ટરે તૃષાની ડાયરી તેના માતા- પિતાને આપી.      તૃષાની ડાયરી તેના માતા-પિતાએ વાંચી જેમાં લખ્યું હતું કે,"પપ્પા તમે તો તમારી દીકરીને ભૂલી જ ગયા હતા અને મારી સાવકી માએ પણ ક્યારેય મને પ્રેમ ન કર્યો.હું તો હંમેશા તમારી "પ્રેમની તૃષા"ને ઝંખતી રહી.પણ તે ક્યારેય તૃપ્ત ન થઈ,પણ હું આભાર માનીશ તમ...

તને છેલ્લી વારનું આવજો...✍️ લેખક: સ્વાતિ સીલ્હર

Image
આદરણીય બિહાગ, મુખવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હેને ?.. પણ હું જાણું છું કે તમને કામ શિવાય બેગના એકેય ખાના ખોલવાની આદત નથી... અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનોજ રહી જાત  અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટીફીનમાં મુકવાનું નક્કી કર્યું પહેલા રોટલીના ડબ્બામાં મુક્યો પણ તમારા અધીરીયા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાજ વાંચવાનું શરુ કરી દેત અને પછી કદાચ ટીફીન એમનું એમજ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુખવાસના ડબ્બામાં મુક્યો..  અરે હું પણ શું તમને ક્લેરીફીકેશન આપવા લાગી... તો આદરણીય બિહાગ.. વળી પાછું અજુગતું લાગ્યું .. આદરણીય વાંચીને, પણ પ્રિય, મારા વ્હાલા, મારી જાન, અને મારી જિંદગી જેવા શબ્દો વાપરવાનો હક તો ગઈકાલે સાંજે ડિવોર્સ પેપર પર શાહી કરી એ સાથેજ મારાથી છીનવાઈ ગયો. એકલું બિહાગ મારાથી લખી ના શકાયું અને તમારી માટે મને હમેશા આદર તો રહેશેજ એટલે મને આ જ લખવું યોગ્ય લાગ્યું...  અરે વળી પાછું ક્લેરીફીકેશન આપવા લાગી... તમે આજે સાંજે જયારે ઘરે આવશો ત્યારે હું નહી હોય એટલે નીચે વાળા શાંતા બા ને ત્યાંથી ચાવી લઈનેજ ઉપર ચઢજો.. સાંજના જમવા માટે મેં...

લઘુકથા.. ફટાકડા...✍️ દિપા સોની "સોનુ"

Image
  "પપ્પા .. આવતા અઠવાડીયાથી દિવાળી  શરૂ થાય છે .. આપણે ફટાકડા લેવા કયારે જવુ છે ?? " નાનકડા અમીતે દિનેશને સવાલ પુછતા કહ્યુ.  સવાલ સાંભળીને અમીતની મમ્મી હસુમતીએ પતિ સામે જોયુ.       "હા બેટા.. બે-ત્રણ દિવસ પછી જઇશુ" પણ જવાબ સાથે આંખમાં આવેલી ચિંતાની લકીર ફકત પત્નીને જ દેખાણી.       અમીત ખુશ થતો બહાર રમવા જતો રહ્યો. દિવાળી ધનવાન માટે ખુશીનો તહેવાર છે.. પરંતુ મહીને 1200-1300 કમાતા સાઘારણ કુટુંબ માટે દિવાળીની ઉજવણી કેટલી અધરી છે તે તો તે કુટુંબ જ જાણે છે.        "તમે હા તો પાડી, પણ આ વખતે આટલી નાણાભીડમાં ફટાકડા ન લાવીએ તો ચાલશે " હસુમતીએ દિનેશને કહ્યુ.        "જોઇશું" એમ કહીને દિનેશ પણ બહાર જતો રહ્યો.       કલાક પછી રમીને આવેલા અમીતને ખોળામાં બેસાડી શાંતિથી માથે પ્રેમથી હાથ ફેરવીને હસુમતીએ કહ્યુ , "બેટા આપણે દર વષેઁ ફટાકડા લાવીએ છીએ.. આ વષેઁ નહી લાવીએ તો નહી ચાલે?"      "પણ મમ્મી બઘા જ ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે શું કરશું ?" નાનકડા અમીતને ફટાકડા ન લાવવાનું કારણ સમજા...